ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અનેકવાર વ્યાજખોરિના લીધે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બિઝનેસમેને પોતાના ઉપર બંદૂક ચલાવીને પોતાનો જીવ ટૂકાવ્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના જયપુર શહેરમાં બની હતી. બિઝનેસમેને સુસાઇડ કર્યું તે પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો. જ્યારે રૂમમાંથી બંધુક ચાલવાનો અવાજ આવ્યો ત્યારે પરિવારના લોકો તાત્કાલિક બિઝનેસમેનના રૂમ પાસે પહોંચી ગયા હતા. ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાંથી બિઝનેસમેન મળી આવ્યા હતા.
ત્યારબાદ પરિવારના લોકો બિઝનેસમેનને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો શાસ્ત્રીનગરમાં રહેતા મનમોહનસિંહ સોનીને પાનીપેચ વિસ્તારમાં દુકાન હતી.
મળતી માહિતી અનુસાર જ્યારે મનમોહન સિંહ આ પગલું ભર્યું ત્યારે ઘરે તેમના પત્ની અને દીકરો તેમજ તેમના ભાઈ હાજર હતા. દીકરાને બંદૂક ચાલવાનો અવાજ આવ્યો તેથી તાત્કાલિક પરિવારના લોકો તાત્કાલિક રૂમમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃત્યુ પહેલા મનમોહન સિંહ એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે કહી રહ્યા હતા કે, તેમને ઘણી વખત સુસાઇડ કરવાનું મન બનાવી લીધું હતું પરંતુ તેમને હિંમત કરી ન હતી. મારા મૃત્યુ પાછળ સત્યાર્થ તિવારી, યર્થત તિવારી, રમેશચંદ તિવારી, એની ભારદ્વાજ અને લોકરાજ પારેખ જવાબદાર છે. તેમને સજા થવી જોઈએ.
વધુમાં તેમને જણાવ્યું કે તેમની પાસેથી મારા પરિવારના પૈસા લો. હું ખૂબ જ ઉદાસ છું. હું ખૂબ જ પરેશાન છું. બેંકના કોલ આવી રહ્યા છે. આ લોકોએ મળીને મને બેંકના દેવામાં ડુબાડી દીધો છે. હું હવે લોન ચૂકવવા માટે સક્ષમ નથી.વધુમાં તેમને જણાવ્યું કે મારી પાસે એલઆઇસીમાં પોલિસી છે. જેનું પ્રીમિયમ મને મળવું જોઈએ જેનાથી મારા પરિવારના સભ્યોને મદદ મળી શકે વિનંતી.
સમાજના દરેક લોકોને આપેલ છે કે મારા પરિવારને ન્યાય અપાવો. મળતી માહિતી અનુસાર મનમોહન સિંહ પોતાના પાર્ટનર સત્યાર્થ તિવારીને 7 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સાત કરોડ રૂપિયા પાછા ન આપ્યા જેના કારણે મનમોહન સિંહ આ પગલું ભર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment