મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ખાસ કરીને રેલવે સ્ટેશન પર બનતી અમુક ઘટનાઓ ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. રેલવે સ્ટેશન પર તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ ઉતાવળ અથવા તો બેદરકારીના કારણે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે.
હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિની બેદરકારીના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. પરંતુ સદનસીબે આ ઘટનામાં તે યુવકને કાંઈ થયું ન હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક વ્યક્તિ નિયમોનું ભંગ કરીને પ્લેટફોર્મમાં બદલવા માટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો છે. આ સમયે સામેથી ટ્રેન આવતી હોય છે. ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કરનાર વ્યક્તિનો પગ ફસાઈ જાય છે. જેના કારણે તેનું બુટ નીકળી ગયું હતું.
ત્યારબાદ તે પોતાનું બુટ લેવા માટે રેલ્વે ટ્રેક પર જાય છે. ત્યારે સામેથી આવી રહેલી ટ્રેન તે વ્યક્તિની નજીક પહોંચી ગઈ હતી. ત્યારબાદ કંઈક એવું થયું કે ત્યાં ઉભેલા તમામ લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે રેલવે ટ્રેક ક્રોસ કરનાર વ્યક્તિ પોતાનું બુટ લેવા માટે રેલવે ટ્રેક પર આવે છે.
ત્યારે પ્લેટફોર્મ પર ઉભેલો એક પોલીસ કર્મચારી તેને વારંવાર નથી દૂર જવાની સલાહ આપે છે. પરંતુ આ વ્યક્તિ કોઈની વાત માનતો નથી અને તે પોતાનું બુટ લઈને પ્લેટફોર્મ પર ચડવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વ્યક્તિની નજીક એકદમ ટ્રેન આવી ગઈ હતી. પરંતુ તે વ્યક્તિ સહી સલામત રીતે પ્લેટફોર્મ પર ચડી ગયો હતો.
જેના કારણે તેનો જીવ બચી ગયો હોત જો માત્ર બે સેકન્ડનો ફરક પડ્યો હોત તો આજે તે વ્યક્તિ ટ્રેનની અડફેટમાં આવી ગયો હોત. આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ વિડીયો જૂનો છે. પરંતુ ફરી એક વખત સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી રહ્યો છે.
आपके जूते से ज्यादा आपकी जान की क़ीमत है,
जुतों का क्या है वो तो बाजार में दोबारा मिल जाएगा
पर आपकी जान दोबारा नहीं मिलेगी 🙏❤️ pic.twitter.com/u48ZhXTooN— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022
આ વિડીયો ટ્વીટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વિડિયો જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment