આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ચૂકી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દિવસ રાત મહેનત કરે છે અને મહિલાઓ માટે યુવાનો માટે ખેડૂતો માટે આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે આવું આમ આદમી પાર્ટીના નેતાઓ નિવેદન આપી રહ્યા છે
અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે તેવું પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે અને ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલ એ વલસાડમાં રોડ શોમાં ભાગ લીધો હતો.અરવિંદ કેજરીવાલ કહ્યું કે તમારા બાળકો માટે શાનદાર
સરકારી શાળા બનાવીશ અને દિલ્હીમાં મેં એટલી શાનદાર સરકારી શાળા બનાવી છે કે પ્રાઇવેટ શાળાઓમાં પણ બાળકો પોતાના નામ કાઢીને સરકારી શાળાઓમાં એડમિશન લઈ રહ્યા છે અને દિલ્હીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબ અને અમીરનો બાળકો સાથે અભ્યાસ કરે છે અને દિલ્હીમાં આઈએસ અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને
અભ્યાસ કરે છે અને તમામ બાળકો માટે પુસ્તક યુનિફોર્મ અને અભ્યાસનો તમામ ખર્ચ સાવ મફતમાં છે અને દિલ્હી સરકારની મદદ ના કારણે રીક્ષા ચાલકનો બાળક પણ એન્જિનિયર બની રહ્યો છે મજૂરના બાળક પણ ડોક્ટર બની રહ્યા છે અને ગુજરાત માટે અમે શાનદાર પ્લાનિંગ કરી રહ્યા છે અને હું તમારા બાળકોનું સારું ભવિષ્ય આપીશ અને શાળા બનાવીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment