ગુજરાતમાં હજુ પણ રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વડોદરા નજીક વડોદરા સાવલી રોડ પર આસોજ ગામ પાસે મોડી સાંજે બાઈક પર જઈ રહેલા ત્રણ યુવાનો કે જેને બોલેરો જીપે લેતા અકસ્માત સર્જાયો. જેમાં એ ત્રણ યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું.
તો બીજા બે યુવાનો પૈકી એકને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું. ત્રણ પૈકી એકને ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને આ ત્રણેય ભાઈબંધો પૈકી એક મિત્રનું મોત થઈ જતા શોકનો માહોલ છવાઈ ગયો.
વિસ્તૃતમાં વાત કરીએ તો આ ગામના પાટિયા પાસે રોંગ સાઈડ ઉપર સામેથી આવી રહેલી બોલેરો જીપ ના ચાલકે આ ત્રણેય મિત્રોને અડફેટે લેતા ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ત્રણ પૈકી એકને ખૂબ ગંભીરતા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલ સારવાર થઈ ખસેડાયો છે.
ત્રણેય મિત્રોના નામ દેવ રજનીશ ભાઈ કહાર કે જેમની ઉંમર માત્ર 17 વર્ષની જ્યારે બીજાનું નામ ગૌતમ નંદલાલ બહાર તેઓ પણ 17 વર્ષના અને સાંઈનાથ નગરમાં રહેતો કિશન કાળુભાઈ વણઝારા જેમની ઉંમર 18 વર્ષ ત્રણેય વડોદરા નજીક વાર અકસ્માતમાં અડફેટે આવ્યા અને બેના મોત થઈ ગયા.
એક ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં છે. આ ત્રણેય મિત્રો બુલેટ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ જ ઘટના બની હતી.અકસ્માતમાં મોતને ભેટેલા બંને મિત્રોના પરિવારજનોના હૈયાફાટને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો.
અને અરેરાટી ભરાઈ. અકસ્માતના આ બનાવ અંગે મંજુસર પોલીસે બોલેરો જીપ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ અકસ્માતથી બંને યુવકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment