મિત્રો હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ સગા ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે, બે ભાઈઓના કરુણ મોત થયા હતા અને એક ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. એક સાથે બે સગા ભાઈઓના મૃત્યુ થતાં ગરીબ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના હારીજમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં આવેલા લાલબાગ ફાર્મ ખાતે મજૂરી અર્થે રહેતો પરિવારના ત્રણ સગા ભાઈઓ ચા નાસ્તો કરી રહ્યા હતા. એવામાં અચાનક જ એક દિવાલ ધરાસાઈ થઈ હતી. જેના કારણે ત્રણેય ભાઈઓ દિવાલની નીચે દબાઈ ગયા હતા.આ ઘટનામાં બે ભાઈઓના ઘટના સ્થળે મોત થયા હતા.
જ્યારે એક ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બનતા જ ચારેય બાજુમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો હારીજ તાલુકાના પીલુવાડા ગામનો ઠાકોર બળવંતજી ઉર્ફે બાલાજી બાબુજીનો ખેત મજુર પરિવાર છેલ્લા પાંચ મહિનાથી ગોવના ગામના લાલબાગમાં ખેતી કામ કરતો હતો.
મળતી માહિતી અનુસાર બાલાજી ઠાકોર પોતાના ચાર દીકરાઓ અને બે દીકરીઓ સાથે લાલબાગમાં ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સોમવારના રોજ વહેલી સવારે ફાર્મ પરની ઓરડીની બહાર અગાસીમાં તેઓ ચા નાસ્તો કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ દિવાલ ધરાસાઈ થઈ હતી જેના કારણે ત્રણ સગા ભાઈઓ દિવાલી નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બનતા જ પરિવારના લોકોએ બૂમાબૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં શૈલેષ બાલાજી ઠાકોર અને માઈકલજી બાલાજી ઠાકોર નામના બંને ભાઈઓનું ઘટના સ્થળે મોત થયું હતું.
જ્યારે પાંચ વર્ષનો અક્ષય બાલાજી ઠાકોર બચી ગયો હતો. તેને ગંભીર ઈજા પહોંચી હતી હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ સમગ્ર ઘટના બનતા આજે ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment