બે સગી બહેનોના લગ્નમાં અચાનક જ લાઈટ વઈ જતા બંને દુલ્હનોની થઈ ગઈ અદલા બદલી, કલાક પછી લાઈટ આવ્યા બાદ થયું કંઈક એવું કે…

Published on: 2:20 pm, Tue, 15 November 22

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ વાયરલ થતી હોય છે. ત્યારે આજે આપણે એક અજીબો ગરીબ ઘટનાઓ વિશે વાત કરવાના છીએ. જેમાં વીજળી વહી જાતા એટલે કે લાઈટ જતા અંધારાના કારણે લગ્ન પ્રસંગ એવું બન્યું કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. અંધારા ના કારણે બે સગી બહેનોના લગ્નની વિધિમાં દુલ્હા બદલાઈ જાય છે.

ત્યારબાદ લાઈટ પાછી આવે છે અને પછી કંઈક એવું થાય છે કે ત્યાં ઉભેલા તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ આ કિસ્સો સમગ્ર પથકમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને હાલમાં આ ઘટના સાંભળીને લોકો હસી રહ્યા છે.સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર અહીં આવેલા એક નાનકડા એવા ગામમાં એક રમેશ નામનો વ્યક્તિ રહેતો હતો. રમેશને ત્રણ દીકરીઓ અને એક દીકરાના લગ્ન હતા. નિકિતા નામની દીકરીના ભોળા સાથે અને કરિશ્મા ગણેશ નામના યુવાન સાથે લગ્ન હતા. મળતી માહિતી અનુસાર બંને યુવકો અલગ અલગ પરિવારમાંથી હતા અને બંને બહેનોને એક જ મંડપની નીચે લગ્ન હતા.

જાન આવ્યા બાદ રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ અચાનક જ લાઈટ વહી ગઈ હતી અને છતાં પણ લગ્નની વિધિ શરૂ રાખવામાં આવી હતી. લગ્ન વિધિ દરમિયાન બંને બહેનોએ અલગ અલગ વરરાજાનો હાથ લીધો હતો અને આ પૂજા અંધારામાં પૂર્ણ થઈ ગઈ હતી. લાઈટ ગયા બાદ નિકિતાએ ગણેશનો હાથ પકડી લીધો અને કરિશ્માએ ભોળાનો હાથ પકડી લીધો હતો.

લગભગ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લાઈટ આવી હતી અને ત્યારે ત્યાં હાજર પરિવારના લોકો અને બંને દુલ્હનનો દંગ રહી ગઈ હતી.મળતી માહિતી અનુસાર ફેરા ફરતી વખતે આ ફૂલ અને સુધારી દેવામાં આવી હતી. ત્યારબાદ નક્કી કરેલા દુલ્હન અને દુલ્હે સાથે ફેરા ફરીને લગ્ન કર્યા હતા.હાલમાં આ ઘટનાની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચાલી રહે છે અને ઘટના સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.

મિત્રો ગામના લોકોએ જણાવ્યું કે, ગામમાં વારંવાર વીજળી જતી હોય છે અને પછી તેનું નક્કી નથી હોતું કે તે વીજળી પાછી ક્યારે આવે છે. ઘણી વખત તો કલાકો સુધી વીજળી આવતી નથી. જ્યારે લગ્ન હતા ત્યારે વીજળી વહી ગઈ હતી અને જેના કારણે આ ઘટના બની હતી. પરંતુ આ ભૂલને સુધારી નાખવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે સગી બહેનોના લગ્નમાં અચાનક જ લાઈટ વઈ જતા બંને દુલ્હનોની થઈ ગઈ અદલા બદલી, કલાક પછી લાઈટ આવ્યા બાદ થયું કંઈક એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*