ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાર્યકર્તાઓ પ્રજાની ભલાઈ માટે પ્રજા સુધી પોતાની વાતો પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી રોડ શો, વિજય સંકલ્પ યાત્રા, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન, ધન સભા અને પદયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં માધ્યમથી અરવિંદ કેજરીવાલની ગેરંટીની માહિતી જનતા સુધી પહોંચાડવા આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ભગવંત માનએ આજે ભાવનગરના તળાજા અને મહુવા ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમા ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને રોડ શોમાં હજારો લોકોને સંબોધતા કહ્યું હતું કે, જનતા 24 કલાક ટેક્સ ભરે છે, સુતી વખતે પણ ટેક્સ ભરે છે. તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? પોતાના સંબંધીઓ માટે તિજોરીઓ કેમ ખાલી થતી નથી? શું આ માટે ભગવતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ લડાઈ લડ્યા હતા. અંગ્રેજો જતા રહ્યા અને આપણા વાળા લૂંટવા માટે આવી જાય છે. આ તેમના માટે સપનાની આઝાદી નથી, તેમના સપનાની આઝાદી આવશે, જે દિલ્હી અને પંજાબમાં થયું તે ગુજરાતમાં પણ થશે. આ લોકોએ કહ્યું કે ડબલ એન્જિન છે, જ્યારે એક જ એન્જિન સારી છે તો ડબલ એન્જિન શું જરૂર છે? ગુજરાતને ડબલ એજન્સીની નહીં પણ નવા એજન્સીની જરૂર છે. એન્જિન પ્રામાણિક હોય અને ડબ્બામાં લુટ થતી હોય તો આવા એન્જિનનું શું કરવું? એન્જિન ઈમાનદાર છે અને ડબ્બા પણ ઈમાનદાર હોય તેવી આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment