મિત્રો તમને બધાને ખબર છે કે હવે દુનિયા ધીમે ધીમે ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. લોકો પોતાનું કામ સરળ બનાવવા માટે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી ઓનો ઉપયોગ કરતા હોય છે. સાયન્સ અને મેડિકલ ક્ષેત્રે પણ ઘણા બધા બદલાવો થઈ ગયા છે. લોકોએ જે વાતની કલ્પના પણ નહીં કરી હોય ત્યાં ટેકનોલોજી પહોંચી ગઈ છે.
ત્યારે આજે આપણે એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. ફ્રાન્સમાં બનેલી એક ઘટના સામે આવી છે. અહીં ડોક્ટર હોય કંઈક એવું કામ કરીને બતાવ્યું છે જે સાંભળીને ભલભલા લોકો આચાર્યચકિત થઈ ગયા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો એક 50 વર્ષીય મહિલા છે. જેને અનુનાસિક પોલાણનું કેન્સર હતું.
2013માં આ મહિલાને કીમોથેરાપી અને રેડિયોથેરાપી દ્વારા સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ સારવાર દરમિયાન મહિલાએ પોતાના નાકનો ખૂબ જ મોટો ભાગ ગુમાવ્યો હતો. ત્યારબાદ ડોક્ટર હોય મહિલાનું નાક પુનનિર્માણ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. ત્યારબાદ ડોક્ટરોની ટીમે મહિલાના ચેહરાના પ્રોસ્થેસિસ પહેરવાની ઓફર કરી, પરંતુ મહિલાએ આ વાતની ના પાડી દીધી હતી.
મળતી માહિતી અનુસાર મહિલાનું નાક પાછું લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઘણી નિષ્ફળતાઓ પછી પ્રો. ડુપ્રેટ-બોરીસ એગ્નેસ અને ડો. બેન્જામિન વેરેલ દ્વારા અનુરૂપ બાયોમટીરિયલ્સનો ઉપયોગ પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર 3D- પ્રિન્ટેડ બાયોમટીરિયલ્સથી બનેલું કસ્ટમ નાક મહિલા માટે બનાવવામાં આવ્યું હતું.
#Innovation technologique et chirurgicale à #Toulouse ! 🏨
Les équipes de chirurgie du @CHUdeToulouse et de l’Institut Claudius Regaud ont réalisé à l’@IUCTOncopole une reconstruction nasale par biomatériau imprimé en 3D !
🔗https://t.co/xMPnFKhn8W#santé #oncologie #greffe pic.twitter.com/tTLKghKlVA— CHU de Toulouse (@CHUdeToulouse) November 8, 2022
ત્યારબાદ આ નાખ મહિલાના ચહેરા ઉપર ફીટ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જેનો મહિલાએ ડોક્ટરોનો આભાર પણ માન્યો હતો. મળતી માહિતી અનુસાર ડોક્ટર હોય મહિલાનું નાક પાછું લાવવા માટે સૌપ્રથમ મહિલાને હાથ ઉપર નાક ઉગાડ્યું હતું અને ત્યાર પછી નાકને ઢાંકવા માટે ચામડીની કલમનો ઉપયોગ કર્યો.
લગભગ બે મહિના સુધી હાથ ઉપર ઉગેલા નાકને વધવા દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના ચહેરા ઉપર તે નાકનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર CHUએ આ સમગ્ર ઘટનાની માહિતી અને નાકની તસવીર ફેસબુક પર શેર કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment