ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને આવે ગણતરીના દિવસો જ બાકી છે. આમ આદમી પાર્ટી દ્વારા એક પછી એક પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને પણ સુરતના કતારગામ વિધાનસભાથી ઉમેદવારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલીયાએ ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ આમ આદમી પાર્ટીનો અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો અને આમ આદમી પાર્ટીના સીએમ પદના દાવેદાર ઈશુદાન ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરતમાં આવે આમ આદમી પાર્ટીની આઠ સીટ આવશે તેવો પણ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઇટાલીયા આજે સુરતના માંગરોળમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં આ બાર્બી બાકીના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો ઉમટી પડ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ રાત્રે સુરતના કતારગામમાં જનસભા પણ કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા એ આ કાર્યક્રમમાં જનતાને સંબોધતા કહ્યું કે, આખા ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી આવી છે. લોકોનો એક જ ભરોસો છે કે કંઈક સારું થાય, કાંઈક નવું થશે, જે જોઈતું હતું એ થશે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે 27 વર્ષથી ભાજપ વાળા પહેલા EVMના રોતડા રોતા હતા. આ વખતે અમને આમ આદમી પાર્ટીના નામે રોતડા રોવાનું ચાલુ કર્યું છે કે આમ આદમી પાર્ટી આવશે તો અમારા વોટ કપાઈ જશે.
કોંગ્રેસ અને ભાજપ મળીને જનતાના ખિસ્સા કાપી નાખ્યા છે, તેને કોઈ પૂછતું નથી, બસ એમને એ જ ચિંતા છે કે એમના વોટ કપાઈ જશે. સુરતની જનતાએ વિશ્વાસ કર્યો અને કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 સીટ અપાવી. ત્યાર પછી સુરતમાં કામ થવાનું ચાલુ થયું. સુરતમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠી છે એટલા માટે પાછલા એક વર્ષથી બ્રિજની નીચે કચરો જોવા મળતો નથી, રોડ રસ્તાઓ થીક કરવામાં આવે છે અને બીજા પણ ઘણા કામો થાય છે. એમને વિશ્વાસ છે કે જો સુરતમાં બદલાવ આવી શકે તો આખા ગુજરાતમાં બદલાવ આવી શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment