બાઈક પર સવાર બે ખેડૂત મિત્રોને કારે લગાવી જોરદાર ટક્કર, એક સાથે બંને ખેડૂત મિત્રોના મોત…આખા ગામમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:33 am, Thu, 10 November 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ આજકાલ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં સરસ્વતી તાલુકાના સરીયદ થી પાટણ તરફના રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ રોડ ઉપર એક કાર ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને આ ઘટનામાં બંનેના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામ થી પાટણ તરફ આવતા માર્ગ પર સળિયદથી સરસ્વતી કોર્ટમાં કામકાજ માટે 65 વર્ષીય અમરતજી મસાજી ઠાકોર અને 55 વર્ષીય ઈશ્વરજી તલાજી ઠાકોર બંને બાઈક લઈને જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં ખુશી હોટલ પાસે તેમની બાઈકને એક કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

જાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને 108ની મદદ થી પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને ગંભીર ઇજા પહોંચવાના કારણે મૃત્યુ થયા હતા. ત્યારબાદ મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મૃત્યુ પામેલા વ્યક્તિઓના સગા વાળા અને ભાજપના અગ્રણી કે સી પટેલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેનું મૃત્યુ થતાં બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ ખેડૂત હતા. લોકોના મુખે ચર્ચાઓ ચાલી રહી છે કે રસ્તામાં ખૂબ જ ખાડા હોવાના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર બે ખેડૂત મિત્રોને કારે લગાવી જોરદાર ટક્કર, એક સાથે બંને ખેડૂત મિત્રોના મોત…આખા ગામમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*