ચાર બહેનોના એકના એક ભાઈનું મોત..! અંતિમ વિદાય વખતે ભાઈને ચશ્મા પહેરાવ્યા…ચશ્મા પહેરાવવાનું કારણ જાણીને તમે પણ રડી પડશો…

સુરત શહેરમાં થોડાક સમય પહેલા તક્ષશિલા અગ્નિકાંડને યાદ કરાવી દેનારી એક ઘટના બની હતી. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. સુરત શહેરના સચિન જીઆઇડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં શનિવારના રોજ રાત્રિના સમયે અચાનક જ બોઇલર ફાટતાં ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ફેક્ટર એની અંદર કામ કરતા 4 કર્મચારીઓના મોત થયા હતા.

જ્યારે 20 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ દુઃખ દાયક ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં 5 દિવસની સારવાર બાદ એક એન્જિનિયર યુવકનું મોત થયું હતું. જેના કારણે ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુનો આંકડો વધીને પાંચનો થઈ ગયો હતો.

આ ઘટનામાં નવસારીના કોલસના ગામના એન્જિનિયર યુવક જયરાજસિંહ ઠાકોરનું દુખાદ નિધન થયું હતું. ચાર બહેનોના એકના એક લાડકવાયા ભાઈનું મોત થતા સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા જયરાજસિંહ ઠાકોરને ચશ્મા પહેરવાનો ખૂબ જ શોખ હતો. જેથી અંતિમ વિદાય વખતે તેને ચશ્મા પહેરાવ્યા હતા.

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. મૃત્યુ પામેલા યુવકની અંતિમયાત્રાઓમાં ખૂબ જ કરુણ દાયક દ્રશ્યો સર્જાયા હતા.ખરેખર આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. જયરાજસિંહ ઠાકોરની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને અંતિમ યાત્રામાં આવેલા તમામ લોકોની આંખોમાં આંસુ હતા.

મળતી માહિતી અનુસાર જયરાજસિંહ ફેક્ટરીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે અચાનક જ બોઇલર ફાટતા ફેક્ટરીમાં ગંભીર આગ લાગી હતી. આ ઘટનામાં જયરાજસિંહ ઠાકોર ગંભીર રીતે દાઝી ગયો હતો. સમગ્ર ઘટના બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. જયરાજસિંહ ઠાકોરનુ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.ભગવાને પરિવારનો અને ચાર બહેનોનો એકનો એક ભાઈ છીનવી લીધો હતો. પરિવારજનો માટે આવો આઘાત સહન કરવો ખૂબ જ આઘાત જનક છે. જયરાજસિંહ ઠાકોર નુ મોત થતા ચાર બહેનો અને માતા-પિતા સાવ નોધારા થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*