ગુજરાત રાજ્યમાં એક ઐતિહાસિક ઘટના છે કે ચૂંટણી જાહેર થવાના બે મહિના પહેલા જ કોઈ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારને જાહેર કરવામા આવ્યા હોય અને આમ આદમી પાર્ટી ના નેતાઓ કહી રહ્યા છે કે આ વખતે અમે નવી અને સારી પ્રથાની શરૂઆત કરી છે અને તેઓ નવી નવી યાદીઓ ઉમેદવારોની જાહેર કરતા
હોય છે ત્યારે 12 સક્ષમ ઉમેદવારો ના નામ તેમના પાટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે લગભગ 20 જેટલા ઉમેદવારોના માત્ર નામ જાહેર કરવાના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીની નિર્ણાયક શક્તિને જનતા વધાવી રહી છે તેવું તેમના નેતાઓ કહી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના દરેક શકો ફરી રહ્યા છે અને એકની એક ચર્ચા વારંવાર કરી રહ્યા છે કે હજુ સુધી ચોખવટ પણ નથી કરી કે પાર્ટીમાંથી કોણ ક્યાંથી ચૂંટણી લડશે
અને એવા સમય અમારી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે જનતાને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે આવું બધું આપ પાર્ટી ના નેતાઓ નિવેદન આપી રહ્યા છે.ત્યારે મહત્વની વાત એમ છે કે હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની બેઠકો પર તમામ લોકોની નજર છે ત્યારે સુરતના વરાછા વિધાનસભા પર આમ આદમી પાર્ટી દ્વારા અલ્પેશ કથીરિયા અને ઓલપાડ વિધાનસભા પર ધાર્મિક માલવીયા ને ટિકિટ ફાળવવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment