હાલમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી અને મિત્રો જાણવા મળ્યું છે કે બોટના સુરતના 15 લોકો સવાર હતા અને જેમાંથી બે લોકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા છે અને જ્યારે 13 લોકોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે.
આ દુર્ઘટના માં માતા દર્શના અને તેની છ વર્ષના પુત્ર લક્ષ્મી નર્મદા નદીમાં ડૂબતા મૃત્યુ નીપજ્યું છે અને હાલમાં મિત્રો આ ઘટનાને લઈને વધુ તપાસ હાથમાં ધરવામાં આવી છે.અમારી વેબ પોર્ટલને જાણવા મળતી વિગતો મુજબ સુરતના 15 રહેવાસીઓ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં દર્શન માટે ગયા હતા.
તેઓ જ્યારે ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બોટિંગ કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન ગોજારી ઘટના બની હતી અને જોત જોતામાં બોટ નદીમાં ડૂબી ગઈ હતી અને જોકે મિત્રો આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સુરતના 13 લોકોને સારી રીતે બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષ નું ડૂબવાને કારણે દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું અને આ ઘટનાને પગલે મૃતક પરિવારજનોને હાલત કફોડી બનવા પામી છે તેમજ આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાથે સાથે આપણે જણાવીએ કે મોરબી દુર્ઘટના માં જે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના નિર્વાણ માટે મોરારીબાપુ પ્રાર્થના કરી હતી અને બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને 5000 રૂપિયા અને કાળી કામળી અર્પણ કરવામાં આવી છે.
અને આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ સાહેબ ના આશીર્વાદ અને આ બાબતને અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે અને રાજકોટના અતુલ ઓટો ની ટીમ દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે અને પુન: ફરી એકવાર પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકો પ્રતી એમની સંવેદના વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment