અલ્પેશ કથેરીયાના આગમનથી આમ આદમી પાર્ટીઓના કાર્યકર્તાઓમાં ખૂબ જ જુસ્સો વધી ગયો છે.

હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ બુલંદી ઉપર પહોંચી રહ્યું છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી ની મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા અને એ જ સાથે સમગ્ર ગુજરાતમાં જે પરિવર્તનની હવા વહી રહી હતી અને વધુ જોર મળ્યો, કારણકે ઈશુદાન ગઢવી એ ગુજરાતના તમામ ધર્મ, જાતિ, સમાજ અને વર્ગના લોકોનું સમર્થન છે.

સાથે સાથે થોડાક દિવસો પહેલા ગારીયાધારમાં એક જાહેર સભા દરમિયાન પાસ આગેવાન અને પાટીદાર સમાજના દિગ્ગજનેતા અલ્પેશ કથેરીયા અને ધાર્મિક માલવીયા અરવિંદ કેજરીવાલના હાથે કેશ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બંને આગેવાનોના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ગુજરાતના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આ માનવી પાર્ટી વધુ મજબૂત બની છે.

આમ આદમી પાર્ટીના સુરત શહેર દ્વારા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આ મારી માં જોડાયા બાદ પેલી વખત સુરત પધાર્યા એટલે તેમના સત્કારમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેડીમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.

અલ્પેશ કથીરિયા એ અને ધાર્મિક માલવિયાએ સુરતના મીની બજાર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ફૂલહાર કરીને તથા તેમના આશીર્વાદ લઈને બાઇક રહેલીની શરૂઆત કરી હતી. આ બાઈક રેલીમાં સુરત શહેરના સંગઠનના નેતાઓ સહિત તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ બાઈક રેલી સરદાર ચોક મીની બજારથી શરૂ થઈ ખોડીયાર નગર – નાના વરાછાથી મધ્યાસ્થ કાર્યાલય સીમાડાનાકા ખાતે પૂર્ણ થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*