મોરબી બ્રિજ ઘટનાને લઈને ઓરેવા ગ્રુપના મેનેજરે આપ્યું ખુબ જ શરમજનક નિવેદન, કહ્યું કે “આ બધા માટે ભગવાનને દોષિત…

આપણે બધા મિત્રો જાણીએ છીએ કે મોરબી ઝુલતા પુર હોનારતના લીધે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ને આ ઘટના અંગે પોલીસ સ્થાનિક કોર્ટમાં નિવેદન નોંધાવ્યો હતો અને અધિકારી અને મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પી એ ઝાલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે જુલતા પુલ ના વાયર પર કાટ લાગી ગયો

હતો જો તેનું સમારકામ કરવામાં આવ્યું હોત તો કદાચ અકસ્માત ન થયો હોત અને આ ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજર એ ચોકાવનારો નિવેદન આપ્યું છે.ઓરેવા કંપનીના મેનેજર સહિત નવ પૈકીના એક દીપક પારેખે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એમ. જે ખાન સાહેબે જણાવ્યું

કે આવી કમનસીબ ઘટના બની તે ભગવાનની ઈચ્છા છે. આ દુર્ઘટનાના કારણે બ્રિજ વાયર પર હતો અને તેના પર ઓઇલિંગ કે ડ્રેસિંગ કરવામાં આવ્યું ન હતું અને જા વાયરો તૂટી ગયા હતા ત્યાં કાટ લાગી ગયો હતો અને જો વાયરીંગ નું સમારકામ કરવામાં કદાચ આવ્યું હોત.

તો અકસ્માત સર્જાયો ન હોત અને શું કામ થયું અને કેવી રીતે થયું તેનો કોઈ દસ્તાવેજ રાખવામાં આવ્યો ન હતું અને જે સામગ્રી ખરીદવામાં આવી હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવાની બાકી છે. સરકારી વકીલ એચએસ પંચાલે કહ્યું કે અત્યાર સુધીની તપાસ દર્શાવે છે કે કોન્ટ્રાક્ટર લાયક એન્જિનિયર ન હતો

અને તેને રીપેરીંગ કામ ન કર્યું હતું અને એલ્યુમિનિયમ પાટિયાના કારણે પુલ તૂટે પડ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે અને સુરેન્દ્રનગરના વકીલ રાવલે કોર્ટને જણાવ્યું કે બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પારખની કોઈ ભૂમિકા નથી અને તારે કે જજ ને કહ્યું તે ગ્રાફિક ડિઝાઇનનું કામ જોઈ રહ્યો છે અને કંપનીમાં મીડિયા મેનેજર છે.

પારખે કહ્યું કે કંપનીના મેનેજર ડિરેક્ટરથી લઈને નીચલા સ્તરના કર્મચારીઓ સુધી બધાએ ઘણો કામ કર્યું પરંતુ ભગવાનની ઈચ્છા હતી કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. ફરિયાદીઓએ મિત્રો જણાવ્યુ કે ઓરેવાના બે મેનેજર પૂલ ના સમારકામમાં અને જાળવણી સંબંધિત કોન્ટ્રાક્ટર દેખરેખ ની જવાબદારી સંભાળતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*