મોરબીમાં મચ્છુ નદી પર બનેલ ઝુલતાપુલેલ 30 ઓક્ટોબરના રોજ અનેક લોકોના ભોગ લીધા છે અને આ દુર્ઘટનાની મોરબીના લોકો સાથે કદાચ ગુજરાતભરમા નહીં પરંતુ ભારત ભરના લોકો નહીં ભૂલી શકે.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મિત્રો 130 થી વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
હાલમાં સોશિયલ મીડિયા ઉપર મચ્છુ ડેમ ઉપરનો બ્રિજ તૂટવાને લઈને અનેક વિડિયો અને વાતો સામે આવી રહી છે તેવી જ રીતે હાલમાં એક નાનકડા બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે વાસ્તવિકતા કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે અને હાલમાં સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ નાના બાળકે કવિતાના સ્વરૂપમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે વર્ષો જૂનો પુલ હતો આ સાથે બાળકે આગળ જણાવ્યું કે આમને જાતે બટક્યો અને આગળ જણાવ્યું કે ક્યાંક થઈ છે કટકી. ઝાઝા ડુબીયા થોડા બચ્યા થોડા વચ્ચે રહા ક્યાંક થઈ છે ક્યાંક થઈ છે કટકી સો લોકોને પકડી 600 જવા દીધા બંધ કરી રાખી આંખોને રૂપિયા ખાવા દીધા.
બાળકે આ રીતે કવિતા વ્યક્ત કરી ને સમગ્ર ઘટના ને વાસ્તવિકતા બતાવવાની કોશિશ કરી છે. કેબલ બ્રિજ બાજુમાં 50 જેટલા લોકો હતા જ્યારે કેટલાક લોકો બ્રિજની ગ્રીન નેટ પકડીને તેને હલાવી રહ્યા હતા જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે તેનું નામ ઝુલતા પુલ છે.
તેથી આ કરી રહ્યા છે અને આ પુલ પહેલા ઘણો ઝૂલતો હતો કારણ કે તે લાકડાનો હતો પરંતુ હવે પુલ નવીનીકરણ બાદ ભારે થઈ ગયો છે અને જેના કારણે પહેલાં કરતાં ઓછો સ્વિમિંગ કરે છે ત્યાં જે લોકો હતા તેવું ઇચ્છતા હતા કે પુલ વધુ ઝૂલે. તે ઘટના માંથી જીવતો પાછો આવનારા રોનક કહે છે કે જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારા પિતાને ફોન કરીને રડવા લાગ્યો હતો.
કારણ કે હું ડરી ગયો હતો અને મને ખ્યાલ આવી રહ્યો હતો કે હું પણ એ જ જગ્યાએ હતો જ્યાં અકસ્માત થયો હતો. મિત્રો આપણે આ ઘટનાને વીડિયોમાં જોઈએ છે પરંતુ જેને લાઈવ જોઈએ છે તેની પર શું થયું હશે તેની આપને કલ્પના પણ કરતા આપણને કંઈક ધ્રુજારી આવવા લાગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment