મોરબીની બ્રિજ તૂટવાની દુર્ઘટના માં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ચાવડા પરિવારના પતિ પત્ની નું મોત થયું છે જ્યારે તેમને સાત વર્ષની બાળકી નો આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચાવો થયો છે અને પુલ તૂટતા ની સાથે દંપતી પાણીમાં પડ્યા હતા જ્યારે સાત વર્ષની બાળકી હસીના હાથમાં દોરી આવી જતા તેને પકડી લીધી હતી અને લટકી જતા તે બચી ગઈ હતી.
જ્યારે તેમની સાથે તેમની ભાણી અને ભાણેજ બંને પુલ પર ફરવા આવ્યા હતા જેમાં પાણીનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે જ્યારે ભાણેજ ને તરતા આવડતું હોવાથી તે તરીને બહાર આવી ગયો હતો. 10 ઓક્ટોબર ના રોજ મૂર્તા અશોકભાઈ નો જન્મદિવસ હોવાથી બાળકી સાથે હોટલમાં બહાર જમવા ગયા હતા અને 20 દિવસ બાદ આ ઘટનામાં તેઓ ઈશ્વરને પ્યારા થઈ ગયા છે.
કાલી કાલી ભાષા બોલતી સાત વર્ષની બાળકી હર્ષિ જાણતી નથી કે હવે તેના માતા-પિતા હંમેશા માટે તેનો સાથ છોડીને ચાલ્યા ગયા છે પરંતુ જે દુઃખ ચાવડા પરિવાર પર આવી ગયું છે એમાં માત્ર ભવ અને દીકરાને ગુમાવવાનો વારો નથી આવ્યો પરંતુ તેમની 20 વર્ષની પાણી પણ તેમને ગુમાવી છે.
સદ્નનસીબે બાળક અને ભાણેજ બચી ગયા છે પરંતુ પરિવાર પર હવે સાત વર્ષની બાળકીની મોટી જવાબદારી આવી પડી છે અને માતા-પિતા વિનાની આ નાની બાળકીની જવાબદારી કોણ ઉપાડશે અને તેનો ભણવાનો ખર્ચ અને તેનો લગ્નનો ખર્ચ વગેરે કઈ રીતે પૂર્ણ થશે અને અત્યારથી જ તેના પરિવારમાં ચિંતા થવા લાગી છે.
દાદા દાદી જીવશે ત્યાં સુધી તેની સાથે રહેશે પરંતુ ત્યારબાદ આ બાળકીનું કોણ થશે અને તેનો ખર્ચ કઈ રીતે પૂર્ણ થશે એના માટે સરકાર અને જો સંસ્થાઓ મદદ કરશે તેવી અમે આશા રાખી રહ્યા છે. મોરબીના ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં અમદાવાદના હીરાબાગ ક્રોસિંગ પાસે આવેલા સુકીપુરા ના છાપરામાં રહેતા પિતા અશોકભાઈ અને માતા ભાવનાબેન નું નિધન થયું છે.
અને દિવાળીનું વેકેશન હોવાથી અશોકભાઈ પત્ની ભાવનાબેન અને દીકરી સાથે કચ્છમાં ફરવા માટે ગયા હતા અને કચ્છથી ભરીને પરંતુ મોરબી આવ્યા હતા અને મોરબીમાં અશોકભાઈ ની બહેન રહે છે અને તેમના ઘરે તેઓ રોકાયા હતા. સાંજના સમયે અશોકભાઈ તેમની પત્ની ભાવનાબેન અને દીકરી ઉપરાંત ભાણી પૂજા અને ભાણેજ સાથે જુલતા પુલ ઉપર ગયા હતા અને ત્યાં તેઓ આ દુર્ઘટનાનો ત્રણ લોકો ભોગ બન્યા છે ત્યારે બે લોકો જીવતા બચ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment