મિત્રો ભારત દેશને ધર્મને સંસ્કૃતિનો જોડાયેલો દેશ કહે છે ને ભારતની ઘણી બધી ધર્મને લઈને જૂની જૂની સંસ્કૃતિઓ છે ને જેના કારણે ભારત દેશ સમગ્ર વિશ્વભરમાં કંઈક અલગ જ દેશ તરીકે તરી આવે છે. તમામ ભારતીઓ દેવી-દેવતાઓમાં ખૂબ જ માને છે અને તેના પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા હોય છે.
ત્યારે મિત્રો આપણે ઘણા બધા આવા ચમત્કારો વિશે સાંભળ્યા હશે અને ઘણા ચમત્કારિક મંદિરો વિશે જાણ્યું પણ હશે અને જોયું પણ હશે પરંતુ તમને તમારી આંખો ઉપર વિશ્વાસ નહીં આવે કારણ કે આ ખેતલા બાપા નું મંદિર કડુકા ગામે આવેલું છે અને આ મંદિરમાં નીચે મિત્રો જોઈને ચાલવું પડે છે.
કારણ કે ખેતલા આપા સ્વરૂપે સાપ ફરતા હોય તેવું માનવામાં આવે છે. આ મંદિરની કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે છે પરંતુ મિત્રો આપણે સાપથી ડરવાની જરૂર નથી કારણ કે આ સાપ આજ સુધી કોઈને પણ કરડીયા નથી અને આ મંદિરમાં એક બે નહીં પરંતુ ઘણા બધા સાપો જોવા મળે છે અને મંદિરમાં ઘણા લોકો માનતા પણ રાખતા હોય છે.
અને સામાન્ય દિવસોમાં આ મંદિરમાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. ઘણા બધા લોકો પોતાની માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે અને ત્યારે તેઓ ની સંતાન સંપત્તિઓના ઘરે પારણા બંધાય તો તેમના સંતાન ના ફોટા પણ ત્યાં લગાવતા હોય છે અને મંદિરમાં સાપ તમે પકડી પણ શકો છો.
અને તમારામાં હિંમત હોય તો કોઈ દિવસ આ સાપ કોઈને પણ કરતા નથી અને આ મંદિરમાં ઘણા એવા ચમત્કાર છે કે ભક્તોને ભગવાન ઉપર ખેતલા આપા ઉપર શ્રદ્ધા છે. આ મંદિરના ઘણા એવા ચમત્કાર છે જેમાં ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને કોઈ દિવસ કોઈ મુસીબતમાં આવી ગયા હોય.
ત્યારે તેમના મંદિરે આવીને લોકો માનતા રાખે છે અને તેમનું કામ પતી ગયા પછી લોકો માનતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે અને આ મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અને અહીંયા આવ્યા પછી લોકોને ખુબ જ સારો અહેસાસ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment