ગાંધીનગરમાં ઘરના આંગણામાં રમી રહેલા માત્ર અઢી વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે…પરિવારના લોકો દોડતા થઈ ગયા…બાળકની માતા રડી રડીને અડધી થઈ ગઈ…

ગાંધીનગરમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે આ ઘટના બનતા જ એક અઢી વર્ષના બાળકના માતા-પિતા દોડતા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક અઢી વર્ષના બાળકને એક સ્પોર્ટ્સ કાર જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકનું આ ઘટનામાં કરુણ મૃત્યુ થયું હતું.

માત્ર અઢી વર્ષના દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર-4માં ગઈકાલે સાંજના સમયે કાળમુખી સ્પોર્ટ્સ કારે એક માસુમ બાળકને કચડી નાખ્યો હતો. જેના કારણે બાળકનું કરુણ મૃત્યુ થયું હતું. બાળકને કચડી નાખ્યા બાદ સ્પોર્ટસ કાર ચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો.

માત્ર અઢી વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સેક્ટર 4/એ પ્લોટ નંબર 146/2 માં રહેતા આર્મી જવાન ઈલેશભાઈ રાઠોડ દિવાળીના તહેવાર દરમિયાન જોધપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. ઈલેશભાઈ રાઠોડના પત્ની દક્ષાબેન અને મોટો દીકરો ધાર્મિક તેમજ નાનો દીકરો અથર્વ ગાંધીનગરમાં રહે છે.

મળતી માહિતી અનુસાર દિવાળીના તહેવારોના નિમિત્તે અન્ય પરિવારના સભ્યો ગામડે જતા દક્ષાબેન બંને દીકરાઓ સાથે ઘરે હાજર હતા. ત્યારે ગઈકાલે સાંજના સમયે આશરે અઢી વર્ષનો અથર્વ ઘરના આંગણામાં રમી રહ્યો હતો. આ દરમિયાન પૂરવાર ઝડપે આવતી એક સ્પોર્ટ્સ કારે અથર્વને કચડી નાખ્યો હતો.

અથર્વને જોરદાર ટક્કર લગાવ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ દક્ષાબેન સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા અથર્વ ને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અથર્વને મૃત જાહેર કર્યો હતો.

અથર્વના મૃત્યુના સમાચાર મળતા જ દક્ષાબેન ચોધાર આસુએ રડી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઈલેશભાઈ ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*