ખેડૂતનું નામ પડે એટલે આપણા મનમાં પાવડા-કામ અને બળદ વચ્ચે ઘેરાયેલા વ્યક્તિનું ચિત્ર દેખાતું હોય છે. ત્યારે આજે આપણે એક એવા ખેડૂત વિશે વાત કરવાના છીએ. જેવો ખેતી કરતા કરતા એવું કામ કરે છે કે સાંભળીને આપણે પણ તેમને સલામ કરશું. આજે આપણે એક એવા ખેડૂતની વાત કરવાના છીએ જેઓ માત્ર 3 ધોરણ ભરેલા છે અને 75 વર્ષની ઉંમર સુધીમાં તેઓએ 7,000 થી પણ વધારે પુસ્તકો વાંચ્યા છે. આ દાદાનું નામ ઉકાભાઇ વઘાસીયા છે. ઉકાભાઇ વઘાસીયાને શ્રેષ્ઠભાવક તરીકેનું સન્માન પણ મળ્યું છે.
ત્યારે આજે આપણે દાદા વિશે કેટલીક અનોખી વાત કરવાના છીએ. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના આંબવડ ગામમાં રહેતા 75 વર્ષના ઉકાભાઇ વઘાસીયા તેમના પુસ્તક પ્રેમના કારણે સમગ્ર ગુજરાતમાં જાણીતા બન્યા છે. દાદા ને વાંચવાનો એટલો શોખ છે કે તેમનું આખું ઘર પુસ્તકાલયમાં પરિવર્તન થઈ ગયું છે. દાદાના રૂમમાં, બાલ્કનીમાં, માળિયામાં અને ખાટલા પલંગની નીચે પણ પુસ્તકો જોવા મળે છે.
દાદાએ અત્યાર સુધીમાં જુદા જુદા વિષયના 75 હજારથી પણ વધારે પુસ્તકો વાંચી લીધા છે. ઉકાભાઇ વઘાસીયાનો જન્મ 1947માં થયો હતો. તેઓએ આંબાવડમાં શરૂ થયેલી પ્રાથમિક શાળામાં સૌપ્રથમ નિશાળિયા તરીકે એડમિશન લીધું હતું. ત્યારબાદ તેઓ માત્ર ત્રણ ચોપડી જ ભણ્યા છે.
માત્ર ત્રણ ચોપડી ભણ્યા હોવા છતાં પણ ઉકા દાદાએ અત્યાર સુધીમાં વાર્તાઓ, નવલકથા, નવલિકા, વિવેચન, કવિતા, આત્મકથા, અછાંદસ અને રૂપાંતર વગેરે સાહિત્યના વિવિધ શેઢા પર એમણે વાંચન ખેડાણ કર્યું છે. ઉકા દાદાના પુસ્તકો વાંચવાના અનોખા શોખના કારણે તેમને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના મોટેભાગના લેખકો, કવિઓ અને સાહિત્યકારો વ્યક્તિગત રીતે ઓળખે છે. આટલું જ નહીં પરંતુ દાદાને મળવા કેટલાક લોકો તો અમુક વખત તેમના ઘરે પણ પહોંચે છે.
ઉકાભાઇએ કહ્યું કે, મને નાનપણથી જ વાંચવાનો શોખ જાગ્યો હતો. પરંતુ શરૂઆતમાં તો મને ધાર્મિક વાંચન વાંચવાની ટેવ હતી. ધીમે ધીમે ધાર્મિક વાંચન મને સાહિત્યથી લઈને તમામ પ્રકારના વાંચન ખેડાણ માટે આગળ લઈ ગયું હતું. વાંચનની દુનિયામાં રહેવું મને ખૂબ જ વધારે પસંદ છે. હું ભાવક છું અને ભાવક તરીકે જ ઓળખાવા માગું છું. મને લખવા કરતાં પણ વાંચવું વધારે ગમે છે.
ઉકા દાદાની વાત કરીએ તો તેઓ આખો દિવસ પુસ્તકો વચ્ચે પસાર કરે છે. પહેલા તેઓ ખેતી કામ કરતા કરતા પુસ્તકો વાંચતા હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમની ખેતી કામ છોડી દીધું છે. ઉકાદાદા બહાર જાય તો પણ પોતાની સાથે બેગમાં ત્રણથી ચાર પુસ્તકો રાખે છે. તેમને જરાક પણ સમય મળે એટલે તેઓ પુસ્તકો વાંચવાનું શરૂ કરી દે છે. ગુજરાતી સિવાય એમણે અંગ્રેજી લેખક માર્ક ટવેઈન ભાષાંતર પણ વાંચ્યા છે.
ઉકા દાદાનું કહેવું છે કે, ‘સારું લખાતું નથી એટલે સારું વેચાતું નથી’ આ વાત તદ્દન ખોટી છે. દરેક ભાષામાં ખૂબ જ સરસ લખાયું છે અને લખાય છે. ખરાબ હોય તો તે તારવીને સારું વાંચો. ઉકાદાદાનું કહેવું છે કે એક સારી પુસ્તક આપણને કોઈ દિવસ ખોટા રસ્તે નહીં ચડાવી. પુસ્તકો વાંચવાથી હંમેશા મને યુવાન અને સકારાત્મક રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment