હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એકબીજા ગ્રસ્ત થયેલી બાળકીની મદદ કરવાના બદલે કેટલાક લોકો તેનો વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા. મળતી માહિતી અનુસાર ઘરેથી ગુમ થયેલી બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.
આ ઘટનામાં તેના માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાની માહિતી મળતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે એકઠા થયેલા લોકો બાળકીની મદદ કરવાની જગ્યાએ ત્યાં ઉભા ઉભા શાંતિથી બાળકીનો વિડીયો બનાવવાનું શરૂ કરી દે છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ગુમ થયેલી બાળકી મળ્યા બાદ ત્યાં હાજર લોકો તેની મદદ કરવાના બદલે તેને કેટલાક સવાલ જવાબ પૂછી રહ્યા છે. અને કેટલાક લોકો તો બાળકીનો વિડીયો બનાવવામાં વ્યસ્ત છે. ત્યાં હાજર કોઈક વ્યક્તિએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
આ ઘટના યુપીના કન્નૌજ જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર માસુમ બાળકી કામ માટે બહાર ગઈ હતી પછી તે ઘરે પાછી આવી ન હતી. કલાકો બાદ કેટલાક બકરી ચરાવતા બાળકોએ બાળકીને જાડી જાખડામાં પડેલી જોઈ હતી. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ એક પોલીસ ઓફિસરે માસુમ બાળકીને ખોળામાં ઊંચકી અને રીક્ષા તરફ દોડીયા હતા અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર બાળકીના માથાના ભાગ ઉપર ઇંટ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને બાળકીના પરિવારનો આરોપ છે કે બાળકી સાથે ન થવાનું થયું છે અને તેનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
कन्नौज: गुरसहायगंज कोतवाली अंतर्गत दर्द से कराहती रही मासूम, वीडियो बनाने में व्यस्त दिखे पास खड़े लोग। नहीं की कोई भी सहायता। pic.twitter.com/I7bdgThWEk
— Gaurav Shukla (@shuklaagaurav) October 25, 2022
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે આ ઘટનાના આરોપીઓની પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. મિત્રો ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં ઉભેલા લોકો સામે મદદ માટે ભીખ માંગી રહી છે અને ત્યારે ત્યાં હાજર તમામ લોકો બાળકીની મદદ કરવાની જગ્યાએ શાંતિથી ઊભા રહીને તેનો વિડીયો બનાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment