દિવાળીના તહેવાર પર સંબંધીઓના ઘરે જતા પરિવારને રસ્તામાં એવો દર્દનાક અકસ્માત નડ્યો કે, અકસ્માત જોનારના ટાંટિયા ધ્રુજી ગયા…3 ભાઈઓના કમકમાટી ભર્યા મોત…

દેશમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક ઘણાની બેદરકારીને કારણે હસતો ખેલતો પરિવાર વિખેરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 3 પિતરાઈ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર એક ઝડપી બસે બોલેરો કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર બાદ બસ ચાલક બોલેરોને લગભગ 200 મીટર સુધી ખસેડી ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના જાલોર જિલ્લામાં બની હતી.

બધી માહિતી અનુસાર કોડ ગામના એક પરિવારના લોકો દિવાળીના તહેવાર પર પોતાના સંબંધીઓને મળવા માટે બડસમ ગામ જઈ રહ્યા હતા. તેઓ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ ઘરેથી બોલેરો કાર લઈને નીકળ્યા હતા. આઠ વાગ્યાની આસપાસ તેમની બોલેરો કાર પ્રતાપપુર ગામ પાસે પહોંચી હતી.

ત્યારે મુંબઈ તરફથી આવતી ખાનગી બસ એ બોલેરોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોમાં સવાર 2 લોકોને ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા.

ત્યારે હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 65 વર્ષીય લખારામ, 50 વર્ષીય ભગવાન રામ અને 48 વર્ષે જયરામનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા તમામ લોકો પિતરાઈ ભાઈ હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિગતવાર કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*