હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ ઘટનામાં મોબાઇલ રીપેરીંગ કરી રહેલા એક દુકાનદાર સાથે કંઈક એવું થાય છે કે દુકાનદારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.
મોબાઈલ રીપેરીંગ કરતી વખતે અચાનક જ મોબાઈલ ની બેટરી ફાટે છે અને ખૂબ જ મોટો ધડાકો થાય છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના પાલી જિલ્લાના લલિકપુર વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે દુકાનદાર અને ગ્રાહક બંને હાજર હતા. ઘટનામાં બંનેનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી અનુસાર ચાર્જિંગની સમસ્યા હોવાથી એક વ્યક્તિ મોબાઇલ રીપેરીંગ કરાવવા માટે લાવ્યો હતો. આ દરમિયાન દુકાનદાર મોબાઇલ ખોલીને તેમાંથી બેટરી બહાર કાઢે છે અને એવો જ મોટો ધડાકો થાય છે.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ કાંઈ થયું નથી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, એક યુવકના મોબાઇલમાં ચાર્જિંગ ન થતું હતું. જેથી તે પોતાનો મોબાઇલ રિપેર કરવા માટે એક દુકાને પહોંચી આવે છે. ત્યારે આ ઘટના બની હતી.
ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક યુવક દુકાનના કાઉન્ટરની સામે ઉકેલો જોવા મળી રહ્યો છે. તેનો મોબાઇલ કાઉન્ટર ઉપર મુકેલો છે. ત્યારે દુકાનદાર મોબાઇલની બેટરી કાઢવાનો પ્રયાસ કરે છે. ત્યારે અચાનક જ મોટો ધડાકો થયો હતો.
મોબાઈલ રીપેરીંગ કરતા દુકાનદાર સાથે અચાનક કંઈક એવું બન્યું કે, માત્ર 6 સેકન્ડમાં મોબાઈલમાં…વીડિયો જોઈને હચમચી જશો… pic.twitter.com/FUssnuzhI3
— GUJJU ROCKZ (@gujju_rockz) October 23, 2022
ધડાકો થતા જ દુકાનદાર અને ત્યાં ઉભેલો ગ્રાહક દૂર ભાગી જાય છે આ કારણોસર તેમનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના શનિવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment