“જો તું મારી સાથે રિલેશનશિપમાં નહીં રહે તો તારા ઉપર એસિડ નાખીશ” આવી ધમકી આપીને જીમ ટ્રેનરે એક શિક્ષિકા સાથે એવું કર્યું કે….

થોડાક દિવસ પહેલા એક ચોકાવનારી ઘટના બની હતી. નડિયાદમાં ભરત નાટ્યમની શિક્ષિકા સાથે જીમ ટ્રેનરે કાંઈક એવું કર્યું કે જાણીને તમે પણ ચોકી ઉઠશો. ભરતનાટ્યમની શિક્ષિકા નડિયાદમાં દોરી રોડ પર TGB હોટલ પાસે આવેલા ચેલેન્જર નામના જીમની અંદર જતી હતી.

શિક્ષિકા જિમમાં એક્સરસાઇઝ કરવા જતા જેમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. ત્યારબાદ શિક્ષિકા ને ખબર પડી કે જીમ ટ્રેનર યુવાનના લગ્ન થઈ ગયેલા છે. જેના કારણે શિક્ષિકાએ જીમ ટ્રેનર સાથે પોતાનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો. પ્રેમ સંબંધ પૂર્ણ થતા જ જીમ ટ્રેનરની વિકૃત માનસિકતા સામે આવી હતી.

યુવતી સાથે વાત કરવા જીમ ટ્રેનર અલગ અલગ લેન્ડલાઈન તથા જુદા જુદા નંબર માંથી યુવતીને ફોન કરીને તેને હેરાન કરતો હતો. જીમ ટ્રેનરના ત્રાસથી યુવતીએ પોતાના ત્રણ નંબર પણ બદલી નાખ્યા હતા. મિત્રતાના સંબંધ રાખવા માટે જીમ ટ્રેનર સતત યુવતી ઉપર દબાણ કરતો હતો.

એટલું જ નહીં પરંતુ જીમ ટ્રેનર શિક્ષિકાને એસિડ ચહેરા ઉપર નાખવાની પણ ધમકી આપતો હતો. જેથી ડરી ગયેલી શિક્ષિકાએ પોલીસ ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને શિક્ષિકાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં આ વિકૃત જીમ ટ્રેનર સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં જાહેર થયેલી વિગત અનુસાર જીમ ટ્રેનર શિક્ષિકા ને કહેતો હતો કે, તું મારી સાથે રિલેશનશિપમાં નહિ રહે તો તારા ચહેરા ઉપર એસિડ નાખીશ. આવી રીતે ધમકીઓ આપીને જીમ ટ્રેનર સતત શિક્ષિકાને પરેશાન કરતો હતો. તે શાળાના લેન્ડલાઈન તથા જુદા જુદા નંબરો માંથી યુવતી ને ફોન કરીને હેરાન કરતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*