આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે વીડિયોના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ અને ઓવેસી ની પાર્ટીના નેતાઓ બંધ બારણે મીટીંગ કરી રહ્યા છે. મિટિંગની જે માહિતી બહાર આવી તે ખૂબ જ ચોકાવનારી છે. ગુજરાતમાં કામની રાજનીતિની જે ચર્ચાઓ થઈ રહી છે, મુદ્દાની રાજનીતિ પર જેમ લોકો જઈ રહ્યા છે, તેણે કોઈ રીતે દોડવામાં આવે તે મુદ્દે ચર્ચાઓ થઈ હોય, તેવી સંભાવના વ્યક્ત કરાય છે. ઈશુદાન ગઢવીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. પરંતુ અહીંયા ભાષણોના માધ્યમથી બંને કોમ વચ્ચે એક વિરોધ પેદા થાય તેવી કોશિશ કરવામાં આવી રહી છે. બંધબારણે મીટીંગ કરવાનું ઉદેશ્ય શું છે? શું કેટલીક સીટો ઉપર ભાજપને ફાયદાઓ કરાવવાની રણનીતિઓ બની છે?
વધુમાં ઈશુદાન ગઢવી વાત કરતા જણાવે છે કે અંદર અંદર ખીચડી પકાવે છે તે ગુજરાતની જનતા જાણવા માંગે છે. હું સીઆર પાટીલ અને ઓવેસી ને બંનેને વિનંતી કરું છું કે તમે ખુલાસો કરો કે મિટિંગમાં તમારી વચ્ચે શું નિર્ણય લેવાયા છે? તમે શું ગુજરાતની જનતાને ભરમાવવાની કોશિશ કરી રહ્યા છો? ગુજરાતની જનતા બધું જાણી ગઈ છે. તમારી જે ગુપ્ત મીટીંગો થાય છે, તમે જે પ્લાન કરી રહ્યા છો. પણ ગુજરાતમાં શાંતિ ડહોળશો તો ગુજરાતની જનતા સાખી નહી લે. એટલે ગુજરાત શાંતિ પ્રિય રાજ્ય છે. ગુજરાતની શાંતિ પ્રિય રહેવા દો. ભાજપ અને ઓવેસીની પાર્ટીના નેતાઓએ જે પ્લાન કર્યો છે તેવા સમાચાર આવી રહ્યા છે. એ સાચા હોય તો ખૂબ જ દુઃખદાયક વાત છે કે અને હું બંનેને અપીલ કરીશ કે તમે આનો ખુલાસો કરો અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એની ગેરેન્ટી અને જવાબદારી તમે લો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment