હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે યુવકો મળીને કૂતરાની એવી હાલત કરે છે કે વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બંને યુવકોએ મળીને કૂતરાની એવી હાલત કરી કે કૂતરાનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાનો વિડીયો સામે આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટના ઇંદોર થી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઇંદોરના હીરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અભિનંદન નગરની છે.
આ ઘટના ગત મહિનાની 24 તારીખના રોજ રાત્રિના સમયે બની હતી. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને મંગળવારના રોજ હીરા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે એફઆઇઆર નોંધણીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શેરીમાં કેટલાક બાળકો રમી રહ્યા છે. ત્યારે ભૂરા રંગના કૂતરાને પોતાની તરફ આવતા જોઈને બાળકો ત્યાંથી ભાગી ગયા હતા. આ માસુમ કૂતરાની પાછળ બે લોકો લાકડી લઈને દોડ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ કુતરા ઉપર લાકડી વડે પ્રહાર કરે છે. જેના કારણે કૂતરું ત્યાં જ નીચે પડી જાય છે.
ત્યારબાદ અન્ય એક વ્યક્તિ ત્યાં લાકડી લઈને પહોંચે છે અને કુતરા ઉપર મને ફાવે તેમ લાકડી વડે પ્રહાર કરે છે. સતત લાકડીના પ્રહારના કારણે કુતરાનો જીવ ચાલ્યો જાય છે. છતાં પણ બંને આરોપીઓને દયા નથી આવતી અને કૂતરાનો જીવ ચાલ્યા ગયા બાદ પણ તેના ઉપર લાકડી વડે પ્રહાર કરવાનું શરૂ રાખે છે.
બે યુવકોએ મળીને કૂતરાની એવી હાલત કરી કે…,કૂતરાનું મૃત્યુ થયું છતાં પણ બંનેને દયા ન આવી અને… હિમ્મતતવાળા લોકો જ વિડિયો જોજો..! pic.twitter.com/Zx1Do3OLyl
— GUJJU ROCKZ (@gujju_rockz) October 19, 2022
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. મિત્રો તમે પણ કોમેન્ટ કરીને કહો કે આવા નરાધમ લોકો સાથે શું કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment