આજકાલના યુવાનો અને યુવતીઓ વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા વધુ ધરાવે છે. પરંતુ અમુક વખત વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે કંઈક એવી ઘટનાઓ બનતી હોય છે. જેનાથી તેના માતા પિતા ઉપર દુઃખનો પહાડે તૂટી પડતો હોય છે. ત્યારે મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના બોરસદમાં સ્થાઈ થયેલા યુવકનું કેનેડામાં નિધન થયું છે.
આ ઘટનાના સમાચાર મળતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના એવી છે કે કેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી યુવકનું કેનેડામાં મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ કર્મીતસિંહ ઝાલા હતું. કેનેડામાં બ્રેઈન સ્ટોક આવતા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, કર્મીતસિંહ ઝાલા કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. કેનેડામાં તેનું મૃત્યુ થતાં તેના પરિવારજનો અને તેના ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. બોરસદના રહેવાસી કર્મીતસિંહ ઝાલાનું બ્રેઇન સ્ટોક આવવાના કારણે મૃત્યુ થયું છે.
દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારને આઘાત લાગ્યો છે. પરિવારના લોકોએ સરકારને મદદ માટે અપીલ કરી હતી. યુવકના પરિવારજનો પોતાના દીકરાનું મૃતદેહ ભારત લાવવા ઈચ્છે છે. તેથી પરિવારના લોકોએ વિદેશ મંત્રી પાસે મદદ માગી છે.
મૃત્યુ પામેલા કર્મીતસિંહ ઝાલાના પરિવારના લોકોએ સરકાર પાસે મદદ માંગી હતી કે, કર્મીતસિંહ ઝાલાનું મૃતદેહ ભારત લાવવું છે. આ સમગ્ર ઘટનાને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ મૃત્યુ પામેલા કર્મીતસિંહ ઝાલાના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે. વિદેશ મંત્રી પરિવારના લોકોની ઈચ્છા પૂર્ણ કરે તેવી આશા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment