આજકાલ જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે એક કોચિંગના વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે બની હતી. વિદ્યાર્થીએ નવમા માળેની બારીમાંથી પોતાની માતાની નજર સામે મૃત્યુની છલાંગ લગાવી હતી.
વિદ્યાર્થી એટલો જોરથી જમીન ઉપર પડ્યો કે ઘટના સ્થળે ખાડો પડી ગયો હતો. નીચે પડવાની ઘટના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોટામાં બની હતી. અહીં જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજીવ ગાંધીનગર સ્થિત એક રહેણાંક વિસ્તારની છે.
વિદ્યાર્થીનો નીચે પડવાનો અવાજ સાંભળીને બિલ્ડીંગમાં હાજર તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શરીરમાં ખૂબ જ આંતરિક ઈજા પહોંચવાના કારણે વિદ્યાર્થીનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષની હતી અને તેનું નામ સ્વર્ણા હતો. તે કોલકાતા નો રહેવાસી હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી તે કોટામાં રહીને 11 માં ધોરણ સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થી તેની માતા સાથે રહેતો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીના માતાએ જણાવ્યું કે, તેનો દીકરો તેની સામે જ બારીમાંથી કૂદી ગયો. મારો દીકરો અભ્યાસને લઈને ખૂબ જ તણાવમાં રહેતો હતો. તેને મને કોચિંગમાં શિક્ષક સાથે વાત કરવાનું કહ્યું હતું. મેં શિક્ષકને ફોન કર્યો હતો, પરંતુ શિક્ષકે ફોન ઉપાડ્યો ન હતો. તેથી મેં તેને કહ્યું કે હું કોચિંગમાં જઈને વાત કરીશું.
16 વર્ષના દીકરાએ માતાની નજર સામે 9માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું – જુઓ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ… pic.twitter.com/HJdvKAc3Wh
— GUJJU ROCKZ (@gujju_rockz) October 15, 2022
ત્યારે અચાનક જ તે મારી નજરની સામે બારીમાંથી કૂદી ગયો હતો. ત્યારબાદ તેને અમે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે ચેકઅપ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભણતરના તળાવના કારણે તેને આ પગલું ભર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment