મોરબીમાં બનેલી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ માથું ખંજવાળાં લાગશો. મિત્રો તમને બધાને ખબર હશે કે કરવાચોથ પર પત્ની પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખતી હોય છે. ત્યારે ગઈકાલે કરવાચોથના દિવસે મોરબીમાં એક એવી ઘટના બની કે બધા લોકો ચોકી ગયા હતા.
મોરબીમાં પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરતી પત્નીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને લઈને ઘણા બધા ચોકાવનારા ખુલાસો થયા છે. આ સમગ્ર ઘટનાને લઈને તપાસમાં જાણવા મળ્યું કે, કરવા ચોથના દિવસે રાત્રે પતિએ ઘરે મોડો આવીશ તેવી વાત પત્નીને કરી હતી.
ઘરે આવવામાં મોડું થશે તેવી વાત સાંભળતા જ પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે કરવાચોથના દિવસે પત્ની વ્રત કરે છે અને પતિ પોતાના હાથે પત્નીને પાણી પીવડાવીને પત્નીનું વ્રત પૂરું કરે છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ આરતીબા જયદીપસિંહ ઝાલા હતું.
તેઓ મોરબીના રંગપર ગામમાં રહેતા હતા. પતિએ કામ હોવાથી ઘરે મોઢું આવવાનું કહ્યું હતું આ વાતનું પત્નીને ખૂબ જ ખોટું લાગી ગયું હતું અને તેને આ પગલું ભરી લીધું હતું. આરતીબા ના મૃત્યુના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સામાં આરતીબા એ આ પગલું ભર્યું હતું.
પતિ ઘરે આવે તે પહેલા આરતીબા એ વ્રત છોડ્યા વગર પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આખરે કેમ મહિલાએ અંતિમ પગલું ભર્યું અને તેના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં. જેને લઇને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment