ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરામાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. વડોદરામાં એક વ્યક્તિએ વિધર્મી પરિણીતાના ત્રાસથી કંટાળીને એક યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મયુર પટેલ હતું અને તે ફતેપૂરા વિસ્તારમાં રહેતો હતો.
મળતી માહિતી અનુસાર મયુર પટેલે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટની અંદર તેને ફતેપુરા વિસ્તારની એક મહિલાનું નામ લખ્યું હતું. મહિલાએ મયુર પટેલ પાસે પહેલા 5 લાખ રૂપિયા પડાવી અને બીજા 4.50 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપીઓ યુવકે સુસાઇડ નોટમાં લગાવ્યો છે.
સમગ્ર ઘટના બન્યા બાદ મૃતક મયુર પટેલના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મયુર પટેલે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં આ કામ મારી મરજી વગર કરી રહ્યો છું. મને આ કામ કરવા માટે મરજી વગર કરી રહ્યો છું. મયુર પટેલે સુસાઇડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, હમણાં સુધી મેં એને 4.5 લાખ રૂપિયા આપેલા ચે. મેં એને કીધું, હવે મારી જોડે બીજા પૈસા નથી. તું મારી જોડે કેમ આવું કરે છો.
એ મને કહે છે કે આ તો અમારું કામ છે. અમે બધાને આ જ રીતે ફસાવીને તેની પાસેથી રૂપિયા લીધા છે. તારી જોડે રૂપિયા છે એના માટે મેં તને ફસાવ્યો છે અને તારી જોડે રૂપિયા ન હોય તો હવે મેં તને પોલીસ કેસ કરીને હેરાન કરીશું. પછી ત્યાં સમાધાન કરવાના તારી પાસેથી રૂપિયા માંગીશું.
નહીં તો મેં તને આ દવા આપી છે તે ખાઈ લે અને જીવ ટૂંકાવી લે. મેં એને કીધું કે આવું ના કરો. મારા ઘરમાં મારા સિવાય કોઈ કમાવનાર નથી. ત્યારે એને મને કહ્યું કે તારી પત્નીને પણ હું મારી સાથે કામ પર લગાવી દઈશ. મેં એટલો પણ કામ નથી કે મેં એને જવાબ આપી શકું છું. મેં પણ એને જીવ લઈ લેત.
એના ઘરે એના ચાર બાળકો છે એના માટે નહિતર એને જીવ લઈ લેત. આવું યુવકે સુસાઇડ નોટમાં લખીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ મયુર પટેલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઘટનાની તમામ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment