ઓસ્કર નોમિનેટમુવીના નાનકડા એવા કલાકાર રાહુલ કોળીનું 16 વર્ષની ઉંમરે નિધન, રાહુલના તેરમાના દિવસે તેનું પહેલું ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ… સમગ્ર કોળી સમાજમાં માતમ છવાઈ ગયું…

મિત્રો ગઈ કાલે એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની હતી. આપણે બધા જાણીએ છીએ કે હાલમાં એક “ફિલ્મ છેલ્લો શો” નામનો એક ગુજરાતી મુવી ઓસ્કર એવોર્ડ માટે પસંદગી થયું હતું. આ ફિલ્મની અંદર ગુજરાતના નાનકડા એવા ગામના બાળકોએ કામ કર્યું છે. આ ફિલ્મની અંદર જામનગરના બાવરી સમાજના 16 વર્ષના રાહુલ નામના બાળકે અભિનય કરેલું છે.

આ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તે પહેલા ફિલ્મમાં અભિનય કરનાર રાહુલ કોળીનું લ્યુકેમિયાના કારણે તેનું નિધન થયું છે. આ ઘટના બનતા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કોળી સમાજમાં માતમ છવાઈ ગયો હતો. પહેલું ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તો રાહુલ કોળિયા દુનિયાને અલવિદા કીધી છે. જે દિવસે રાહુલનું તેરમું હશે ત્યારે જ આ ફિલ્મ સિનેમા ઘરમાં આવશે.

મૃત્યુ પામેલા રાહુલ વિશે વાત કરીએ તો જ્યારે રાહુલ ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો. ત્યારે છેલ્લો શો મુવીના ડાયરેક્ટ કરે તેને સ્કૂલમાં જોયો હતો અને ત્યારબાદ તેનું ફિલ્મ માટે સિલેક્શન કર્યું હતું. કોરોનાની મહામારી દરમિયાન ભાવનગર વિસ્તારમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ પોતાના જીવનનું પહેલું ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તે પહેલા રાહુલનું નિધન થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ રાહુલ અચાનક જ બીમાર પડી ગયો હતો અને તેને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્લડ કેન્સરના કારણે રાહુલ બીમાર પડી ગયો છે. આ વાતની જાણ ફિલ્મના પ્રોડ્યુસરને થતા રાહુલના હોસ્પિટલનો તમામ ખર્ચો પ્રોડ્યુસર એ ઉપાડ્યો હતો.

રાહુલના પિતાનું કેવું છે કે, રાહુલની બીમારી વિશે ડોક્ટરે કોઈ ખાસ વાત કરી હતી નહીં. મળતી માહિતી અનુસાર રાહુલને બ્લડ કેન્સર છે તેવી જાણ થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રિચાર્જ ઇન્સ્ટિટયૂટમાં છેલ્લા ચાર મહિનાથી રાહુલની ચાર વાર ચાલતી હતી. રાહુલના મૃત્યુના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. માત્ર 16 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં રાહુલના માતા-પિતા આઘાતમાં છે.

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું ત્યારબાદ રાહુલની બીમારીની જાણ પરિવારના લોકોને થઈ હતી. શરૂઆતમાં તો રાહુલને થોડોક તાવ આવતો હતો. તેથી પરિવારના લોકોએ તાવની દવા લીધી હતી. પરંતુ રાહુલ વારંવાર બીમાર પડી જતો હતો. નાનકડા એવા કલાકારનું મૃત્યુ થતાં સમગ્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*