લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના આ ગામના વતની છે, ચાલો જાણીએ તેમનું હુલામણું નામ અને તેમના વિશે ન સાંભળેલી વાતો…

Published on: 8:00 pm, Tue, 11 October 22

મિત્રો આજે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન વિશે વાત કરવાના છીએ. નરેન્દ્ર દામોદર મોદીનું નામ સાંભળતા જ તમામ લોકોના ચહેરા પર રોનક આવી જાય છે. ભારત દેશના મોટેભાગના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ જ પ્રેમ કરે છે. એક સર્વે અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિશ્વમાં પ્રિય નેતાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ મોખરે છે.

નરેન્દ્ર મોદી વિશે વાત કરીએ તો તેઓ ભારતના 14માં વડાપ્રધાન છે અને એક ચા વેચવા વાળા સામાન્ય વ્યક્તિ આજે વડાપ્રધાન બને તો તે તમામ ગુજરાતી માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા ગામના છે તે તમામ લોકો જાણતા જ હશો. નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના એક મજબૂત નેતા છે.

નરેન્દ્ર દામોદર મોદીનો જન્મ એક મધ્યમ વર્ગીય હિંદુ કુટુંબમાં થયો હતો. મહેસાણાથી 34 કિલોમીટર દૂર આવેલા વડનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો. દામોદરદાસ મુલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાનો પૈકી નરેન્દ્ર દામોદર મોદી ત્રીજું સંતાન છે. નરેન્દ્ર દામોદર મોદીનું હુલામણું નામ એન.ડી હતું. નરેન્દ્ર દામોદર મોદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા.

નરેન્દ્ર મોદી નાનપણથી જ ધાર્મિક હતા અને તેઓ મહાદેવના મંદિરે જતા હતા. માત્ર 17 વર્ષની ઉંમરે તેમને ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મથમાં પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે 1998 માં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે નરેન્દ્ર મોદીની પસંદગી કરી હતી.

જ્યારે વર્ષ 2001માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું ત્યારબાદ 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012 ની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત્યા હતા અને તેઓ ગુજરાતમાં ચોથી વખત ચૂંટાઈને આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે

નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં જ પૂર્ણ કર્યો છે. આરએસએસ સાથે તેમના સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદીએ 1994માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન અને 19 મહિનાની લાંબી ‘કટોકટી’ સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. 1989 માં નરેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા હતા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના આ ગામના વતની છે, ચાલો જાણીએ તેમનું હુલામણું નામ અને તેમના વિશે ન સાંભળેલી વાતો…"

Leave a comment

Your email address will not be published.


*