મિત્રો તમને જણાવી દઈએ કે દુનિયાના માત્ર એક શાકાહારી મગરનું કેરળમાં નિધન થઈ ગયું છે. મગરનું મૃત્યુ થતાં આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ મગર છેલ્લા 70 વર્ષથી કાસરગોડ જિલ્લાના શ્રી શ્રીઅનંતપદ્મનાભસ્વામી મંદિરના તળાવમાં રહેતો હતો. મગર અનંતપુરા તળાવમાં રહીને મંદિરની રખેવાળી કરતો હતો.
મગરના મૃત્યુ બાદ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મંદિરના પૂજારીઓએ હિન્દુ રીતી રિવાજ મુજબ મગરની અંતિમયાત્રા કાઢીને તેને મંદિરના પરિસરની પાસે દફનાવવામાં આવ્યો. લોકો આ મગરને પ્રેમથી બાબિયા કહેતા હતા. આ મગર શુદ્ધ શાકાહારી હતો. તે મંદિરમાં ચડાવવામાં આવતા ભાતગોળનો પ્રસાદ જ ખાતો હતો.
મળતી માહિતી અનુસાર શનિવારના રોજ અચાનક જ બાબિયા ગુમ થઈ ગયો હતો. રવિવારના રોજ રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ બાબિયાનું મૃતદેત તળાવમાં તરતું જોવા મળ્યું હતું. ત્યારબાદ મંદિરના તંત્ર દ્વારા આ ઘટનાની જાણ પશુપાલન વિભાગ અને પોલીસને આપવામાં આવી હતી.
મગરના મૃત્યુના સમાચાર મળતા જ મગરના અંતિમદર્શન કરવા માટે નેતાઓ અને હજારો લોકો ઉમટી પડ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવવાના કારણે મગરના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવ્યું હતું. મગરના અંતિમ દર્શન કરવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજે પણ પહોંચ્યા હતા.
મગરના અંતિમ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. તમામ લોકોએ મગરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. પૂજારીનો દાવો છે કે મગર શુદ્ધ શાકાહારી હતો તે તળાવમાં માછલીઓ અથવા તો અન્ય જીવને ખાતો ન હતો. મગર તળાવમાં એક ગુફામાં રહેતો હતો.
Babiya Crocodile Last rites done with chanting of Vishnu Sahasra nama 🙏 pic.twitter.com/LcIntczIkM
— Adarsh Hegde (@adarshahgd) October 10, 2022
દિવસમાં બે વખત મંદિરના દર્શન કરવા માટે તે પોતાની ગુફામાંથી બહાર આવતો હતો અને થોડીક વાર બાદ ફરીથી ગુફામાં ચાલ્યો જતો હતો. તેને હાથ અને ગોળ ખૂબ જ પસંદ હતું. આ મંદિરે ઘણા ભક્તો મગરના દર્શન કરવા આવતા અને પોતાના હાથેથી મગરને ભાત જમાડતા હતા. અત્યાર સુધીમાં મગર એ કોઈના ઉપર ક્યારેય પણ પ્રહાર કર્યા નથી અને કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment