દિવાળીની ખરીદી કરવા નીકળેલી માતા અને તેના બંને દીકરાઓને રસ્તામાં નડ્યો અકસ્માત, એક સાથે માતા અને બંને બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે….

મિત્રો થોડાક દિવસો પહેલા વડોદરામાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે બની હતી. અહીં એક કન્ટેનરે છકડા રીક્ષાને કચડી નાખી હતી. આ અકસ્માતની ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા દસ લોકો માંથી સાત લોકોની ઓળખ થઈ ગઈ હતી. ત્રણ લોકોની ઓળખ થઈ ન હતી.

તેમના મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હતા. પોલીસને મહિલાના મૃતદે પાસેથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે સીમકાર્ડના આધારે પાંચ દિવસ બાદ મૃત્યુ પામેલા પરિવારની ઓળખ કરી છે. ત્રણ મૃતકોમાં માતા અને બે પુત્ર હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.

મૃત્યુ પામેલી મહિલાનો પતિ વડોદરા ની સેન્ટ્રલ જેલમાં બંધ છે. પતિને પેરલ મળ્યા બાદ પત્ની અને બંને બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો વડોદરા નજીક આવેલા ખંટબાની નવીનગરીના મકાન નંબર 156 માં રહેતા 44 વર્ષે ઉર્મિલાબેન પ્રવીણભાઈ બારીયા પોતાના બે દીકરા વિશાલ અને અક્ષયને લઈને 4 ઓગસ્ટના રોજ દિવાળીની ખરીદી કરવા માટે વડોદરા આવવા માટે નીકળ્યા હતા.

વડોદરા આવવા માટે ઉર્મિલાબેન પોતાના બંને દીકરાઓ સાથે છકડા રિક્ષામાં બેઠા હતા. ત્યારે રસ્તામાં દરજીપુરા એરફોર્સ પાસે છકડાને એક કન્ટેનરે જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ઉર્મિલાબેન અને તેમના બંને દીકરાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઉર્મિલાબેનના પતિ જેલમાં બંધ છે. જેલમાંથી પેરલ પર છૂટ્યા બાદ ઉર્મિલાબેન અને તેમના બંને બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. આ ઘટના 4 ઓક્ટોબરના રોજ બની હતી.

આ ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામેલા દસ લોકોમાંથી સાત લોકોની ઓળખ થઈ ગઈ હતી અને ત્રણ લોકોની ઓળખ બાકી હતી. ઘટનાના પાંચ દિવસ બાદ પોલીસે ત્રણેય લોકોની ઓળખ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*