વરસાદના કારણે ખેડૂતનો પાક બગડી ગયો, આ વાતથી દુઃખી થઈને ખેડૂતે ભર્યું એવું પગલું કે…બે માસુમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મિત્રો તમને બધાને ખબર છે કે આ વર્ષે વરસાદ સમગ્ર દેશભરમાં મન મૂકીને વરસ્યો છે અને હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બારબંકીમાં એક ખેડૂતનો દોઢ વીઘા જમીનમાં કરેલો ડાંગરનો પાક ભારે વરસાદના કારણે બગડી ગયો. ભારે વરસાદના કારણે આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું.

પોતાની મહેનત બગડતા જોઈને ખેડૂત ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. જેના કારણે શુક્રવારના રોજ મોડી રાત્રે ખેડૂતે પોતાની પત્નીની સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. શનિવારના રોજ સવારે પત્નીએ પોતાના પતિનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. પતિનું મૃતદેહ હોય ને પત્ની રડવા લાગી હતી. રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલા ખેડૂતનું નામ ઘનશ્યામભાઈ વર્મા હતું અને તેમની ઉંમર 35 વર્ષની હતી. ઘનશ્યામભાઈ પોતાની પત્ની બે માસુમ દિકરી અને વૃદ્ધ માતા સાથે રહેતા હતા.

ઘરમાં એક નાનો ભાઈ પણ રહે છે તે મજૂરી કામ કરે છે. ઘનશ્યામભાઈના મૃત્યુના કારણે પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો છે. દીકરાનું મૃત્યુ થતા જશે 70 વર્ષની વૃદ્ધ માતા પોતાના નસીબ ઉપર રડી પડી હતી. ઘનશ્યામભાઈની ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ નબળી હતી. દેવામાં ઘનશ્યામભાઈના મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને ઘનશ્યામભાઈના ભાઈ મુકેશભાઈએ જણાવ્યું કે, શુક્રવારના રોજ સાંજના સમયે ભાઈ ખેતરમાં ગયા હતા. મોડી રાત્રે જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેઓ અસ્તવ્યસ્ત દેખાતા હતા. ભોજન કરી આ બાદ તેઓ ઘરની બહાર બેઠા હતા અને ગણતરી કરી રહ્યા હતા. ઘનશ્યામભાઈ ચિંતામાં હતા કારણ કે ભારે વરસાદના કારણે આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું અને ખેતરનો બધો પાક બગડી ગયો હતો.

ઘનશ્યામભાઈ પોતાના ભાઈને કહ્યું કે બધી મહેનત અને પૈસા વ્યર્થ થઈ ગયા. હવે આખું વર્ષ શું કરશે? હું લોન કેવી રીતે ચૂકવીશ? ગામ પાસેથી લીધેલા રૂપિયા પાછા કેવી રીતે આપી? ત્યારબાદ ઘનશ્યામભાઈ ઘરના આંગણામાં જ સૂઈ ગયા હતા. ઘનશ્યામભાઈ ની પત્ની વૃદ્ધ માતા અને બંને બાળકીઓ રૂમમાં સુતા હતા અને હું બીજી રૂમમાં સૂતો હતો.

સવારે જ્યારે ભાભીની ચીસ સાંભળી ત્યારે હું બહાર આવ્યો ત્યારે જોયું કે ભાઈનું મૃતદેહ લટકતું હતું. સમગ્ર ઘટનાને લઈને ઘનશ્યામભાઈ ની પત્નીએ જણાવ્યું કે, મારા પતિ ઉપર લગભગ 50 હજાર રૂપિયાનું દેવું હતું. વરસાદના કારણે પાક બરબાદ થઈ જવાના કારણે ઘનશ્યામભાઈ આ પગલું ભરી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*