બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને બસે લગાવી જોરદાર ટક્કર, પતિની નજર સામે પત્ની બસની નીચે કચડાઈ ગઈ – જુઓ અકસ્માતનો વિડીયો

Published on: 4:52 pm, Sat, 8 October 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં રોડવેઝ બસે બાઇક પર સવાર એક મહિલાને કચેરી નાખી હતી. આ કારણસર મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ પણ તેની સાથે હતો. મહિલાના પતિને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને રસ્તાની વચોવચ મૃત્યુ પામેલી મહિલાનું મૃતદેહ મુકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ કરૌલીમાં બની હતી. રામકેશ નામના વ્યક્તિ લગભગ 9 વાગ્યાની આસપાસ પોતાની પત્ની પ્રિયંકા સાથે કરૌલીથી તેસગાંવ તરફ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં પાછળથી આવી રહેલી રોડવેઝ બસે તેમની બાઇકને ટક્કર લગાવી હતી. આ કારણોસર બાઈક પર સવાર પતિ પત્ની નીચે પડી ગયા હતા. આ ઘટનામાં બસનું પાછળનું ટાયર 19 વર્ષીય પ્રિયંકાના શરીર ઉપરથી પસાર થઈ ગયું હતું. આ કારણસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

અકસ્માતની ઘટના બની આ બાદ મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે બોલાવીને રોડવેઝ બસ જપ્ત કરીને તેના ડ્રાઇવરની ધરપકડ કરવાની ગામના લોકોએ માંગ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલી પ્રિયંકાના મૃતદેહને હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને બસે લગાવી જોરદાર ટક્કર, પતિની નજર સામે પત્ની બસની નીચે કચડાઈ ગઈ – જુઓ અકસ્માતનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*