રાજકોટના આ આહીર યુવકે પોતાના લગ્નની કંકોત્રી ન્યુઝ પેપર જેવી બનાવી, પ્રી-વેડિંગ ફોટોશૂટ ગામડામાં કર્યું…કંકોત્રીના છઠ્ઠા પેજ પર આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ વિશે…

Published on: 5:38 pm, Sat, 8 October 22

મિત્રો આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે ખૂબ જ જૂની થઈ ગઈ છે. પરંતુ લગ્નની સીઝન નજીક આવતા તમારી સમક્ષ ફરી એક વખત આ વાત રજૂ કરવાના છીએ. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમીના દિવસે રાજકોટની અંદર આવેલા ખાંડેરા પરિવારના આંગણે અલગ જ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિત્રો આ પરિવાર લગ્નની કંકોત્રી કંઈક અલગ જ છપાવી હતી. લગ્નની કંકોત્રી જોઈને ઘણા લોકો નવાઈ પામ્યા હતા. હાલના મોર્ડન જમાનામાં પ્રી વેડિંગ ફોટોશૂટ અને લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટના એક યુવકે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા અનોખા પ્રયાસ કર્યા હતા.

રાજકોટની અંદર ખાંડેરા પરિવારના દીકરા જય ખાંડેરાના લગ્ન 5 ફેબ્રુઆરીના રોજ થયા હતા. પોતાના લગ્નની યાદગાર બનાવવા માટે જયએ 6 પાનાની અનોખી કંકોત્રી બનાવી હતી. આ કંકોત્રીની અંદર પ્રી વેડિંગના અનોખા ફોટા, વાર્તાઓ અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કેટલીક કવિતાઓ છાપવામાં આવી હતી.

આટલું જ નહીં પરંતુ કંકોત્રી ની અંદર આહીર સમાજની પરંપરા હેઠળ તેનો ઇતિહાસ પણ લખવામાં આવ્યો હતો. આ કંકોત્રી ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ ન્યુઝ મૂકવામાં આવ્યા હતા. કંકોત્રીના છઠ્ઠા પેજ પર લગ્નમાં ફેરાનું શું મહત્વ છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, જય ખાંડેરા રાજકોટના આહીર સમાજના અગ્રણી મેહુલભાઈના દીકરા છે. જયના લગ્ન ગત ફેબ્રુઆરી મહિનામાં નાગાજણભાઈ સવસેરાની લાડલી દીકરી સોનલ સાથે થયા હતા. જય અને સોનલના લગ્ન વસંત પંચમીના દિવસે થયા હતા. જ્યારે લગ્ન મંડપમાં જય અને સોનલના લગ્ન થઈ રહ્યા હતા.

ત્યારે ફેરા ફરતી વખતે અનોખા સંકલ્પ લેવામાં આવ્યા હતા. જેમકે કોરોનાની મહામારીમાં મૃત્યુ મૃત્યુ પામેલ માતા-પિતા વગરની 21 દીકરીઓના લગ્ન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જ્યારે જય અને સોનલ ના લગ્ન થયા ત્યારે લગ્નની ચર્ચા પણ ખૂબ જ ચાલી હતી અને તેમના લગ્નની કંકોત્રીની ચર્ચા પણ ખૂબ જ ચાલી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટના આ આહીર યુવકે પોતાના લગ્નની કંકોત્રી ન્યુઝ પેપર જેવી બનાવી, પ્રી-વેડિંગ ફોટોશૂટ ગામડામાં કર્યું…કંકોત્રીના છઠ્ઠા પેજ પર આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ વિશે…"

Leave a comment

Your email address will not be published.


*