દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવું પડે છે અને જેના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ જાય છે. ત્યારે થોડા દિવસો પહેલા બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતની ઘટનામાં એક કારચાલકની બેદરકારીને કારણે એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના ગુરુગ્રામના સોહન રોડ પર 28 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી.
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ક્યારે થઈ ગઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ઉપાડ ઝડપે આવતી એક કારે યુ-ટન લેતા બાઈક ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવક 50 ફૂટ સુધી ઘસડાયો હતો.
આ ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા બાઈક ચાલકની ઓળખ સંતોષકુમાર તરીકે થાય છે.
તે બિહારનો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાના 10 દિવસ થઈ ગયા છતાં પણ હજુ આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ કરી રહી છે કે આરોપીની શોધખોળ ચાલુ છે. કારચાલકની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે.
ઝડપી સ્કોર્પીયો કારે એક બાઈક ચાલકને ઉડાડ્યો, બાઈક ચાલક 50 ફૂટ દૂર જઈને પડ્યો…અકસ્માતનો વિડીયો જોઈને રૂઆટા બેઠા થઈ જશે pic.twitter.com/x0BqfuwDfF
— GUJJU ROCKZ (@gujju_rockz) October 8, 2022
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પુરપાડ ઝડપે જતી સ્કોર્પિયો કાર યુ-ટર્ન લઈ રહેલા બાઇક ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment