મિત્રો ગઈકાલે છેલ્લું નોરતું હતું. નવરાત્રી નો છેલ્લો દિવસ હોવાના કારણે સમગ્ર રાજ્યભરમાં લોકોએ મન મૂકીને ગરબા રમ્યા હતા. પરંતુ ત્યારે કેટલીક ન વિચાર્યું હોય તેવી ઘટનાઓ પણ બની હતી. ઘણી જગ્યાએ બીજા ધર્મના યુવકો ગરબામાં ઘુસિયા જેના કારણે ભારે મચ્યો હતો. ત્યારે ખેડાના ઉંઢેરા ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આઠમા નોરતાના દિવસે ગરબામાં પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે હોબાળો બચી ગયો હતો. આ ઘટના સામે આવતા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ પથ્થર ફેકનાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ ઘટનાના કારણે આખા ગામમાં પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી હતી. બીજી કોઈ અનીચ્છનીય ઘટના ન બને તેના કારણે પોલીસે પોતાનો કાફલો, SOG, LCB સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર આઠમા નોરતાના દિવસે થયેલા પથ્થર પ્રહારમાં 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને ઇજાગ્રસ્તા હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ મામલતદાર સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઉંઢેરા ગામ પહોંચી આવ્યા હતા. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે આ ઘટનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પછી પોલીસે આરોપીઓ સાથે કંઈક એવું કર્યું કે જે જોઈને ગામના લોકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા. પોલીસે આ ઘટનાના તમામ આરોપીઓને ગામની વચ્ચોવચ મેથીપાક આપ્યો. જેના કારણે ક્યારેય પણ બીજી વખત આવી ઘટના બને નહીં.
ગામના લોકોની નજરની સામે જ પોલીસે ઘટનાના આરોપીઓને ઈલેક્ટ્રીક થાંભલા સાથે બાંધી દીધા અને ત્યારબાદ આરોપીઓને મેથીપાક આપ્યો. પોલીસની આ કામગીરીના ગામના લોકોએ ખૂબ જ વખાણ કર્યા. આટલું જ નહીં પરંતુ પોલીસે આરોપીઓને બેહાથ જોડાવીને ગામના લોકો પાસે માફી મંગાવી.
VIDEO: પથ્થરમારાના આરોપીઓને થાંભલા સાથે જકડી ખેડા પોલીસે જાહેરમાં દંડા ફટકાર્યા, ગ્રામજનોએ તાળીઓ પાડી#police #vtvgujarati pic.twitter.com/hTCm2Ld5sZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 4, 2022
મળતી માહિતી અનુસાર જ્યારે ગામમાં નવરાત્રીનું ચાલુ હતી. ત્યારે આરીફ અને જહીર નામના બે આરોપીઓ ટોળાને લઈને નવરાત્રીમાં પહોંચી આવ્યા હતા. ત્યાં જઈને તેઓએ ગરબે રમતા લોકો ઉપર પથ્થર ફેંક્યા હતા. આ ઘટના સામે આવતા જ પોલીસ એકસન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ઘટનાના થોડાક સમય બાદ જ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને ગામના લોકોની નજર સામે સારો એવો મેથીપાક આપ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment