માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ એ અત્યાર સુધીમાં પોતાના લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માત્ર મા મોગલનું નામ લેવાથી ભક્તોના બધા દુઃખો દૂર થઈ જાય છે. એક વખત જો માં મોગલની આસ્થા બંધાઈ જાયતો માં મોગલ પોતાના ભક્તોનો એક વાળ પણ વાંકો થવા નથી દેતી.
માં મોગલને તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ તો બધાના દુઃખ હરનારી છે. માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવાના છીએ. એક યુવક 51 હજાર રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચે છે.
તે ત્યાં બિરાજમાન મણીધર બાપુ પાસે જાય છે. ત્યારે મણીધર બાપુ પૂછે છે કે બેટા ત્યારે શાની માનતા હતી. ત્યારે તે યુવક મણીધર બાપુને કહે છે કે, મારી એક પ્રોપર્ટી હતી જેમાં ભાડુઆત રહેતા હતા. ભાડુઆત મારું મકાન ખાલી નહોતા કરતાં તેથી મને મકાન વેચવામાં ઘણી બધી તકલીફ પડતી હતી.
મેં ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ મારું મકાન વેચાતું ન હતું. છેલ્લે મેં ઢાંકીને માં મોગલને યાદ કર્યા. મેં માં મોગલ ની માનતા રાખી કે, જો મારી આ પ્રોપર્ટી વેચાઈ જશે તો હું કબરાઉધામ આવીશ અને 51 હજાર રૂપિયા ચડાવીશ. ત્યારબાદ ઘણા સમયથી ન વેચાતું મકાન બે મહિનામાં જ વેચાઈ ગયું.
તેથી આ વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે 51 હજાર રૂપિયા લઈને મોગલ ધામ આવે છે. માં મોગલ નો પરચો મળતા જ આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આ વ્યક્તિ પોતાના આખા પરિવાર સાથે ગભરાવ ધામ આવે છે. એ પોતાની માનતાના 51 હજાર રૂપિયા મણીધર બાપુના હાથમાં આપે છે.
ત્યારે મણીધર બાપુ આ વ્યક્તિને કહે છે કે આ પૈસા તારી બહેન અને દીકરીઓને આપી દેજે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ તારા વિશ્વાસ ના લીધે આ કામ થયું છે. મણીધર બાપુ તે વ્યક્તિને કહે છે કે, માં મોગલ પર વિશ્વાસ રાખજે તારા બધા કામ પૂરા થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment