મિત્રો એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈની તિલકનગર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે વ્યક્તિ ઉપર તેની પત્નીનો જીવ લેવાનો આરોપ છે. આરોપી પતિ પોતાની પત્નીને રાત્રે વાત કરવા માટે બોલાવી અને તેને શેરીમાં લઈ ગયો અને પોતાની પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બધા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
પોલીસ તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ બની હતી. આરોપી પતિનું નામ મોહમ્મદ ઈકબાલ શેખ છે. જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ રૂપાલી હતું. રૂપાલીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા રૂપાલી અને મોહમ્મદ ઈકબાલ શેખે લગ્ન કર્યા હતા.
બંનેના લગ્નના થોડાક દિવસો બાદ મહોમ્મદ ઈકબાલ શેખના પરિવારના લોકો તેમની સાથે રહેવા આવ્યા હતા. તે લોકો રૂપાલીને મુસ્લિમ પદ્ધતિઓ અપનાવવા માટે ખૂબ જ દબાણ અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. રૂપાલીને કહી રહ્યા હતા કે, ઇસ્લામિક રિવાજોનું પાલન કર અને બુરખો પહેર. પરંતુ રૂપાલીએ તે કોઈની વાત સાંભળી નહીં. જેને લઇને પરિવારમાં ખૂબ જ ઝઘડા વધી ગયા.
લગ્નજીવન દરમ્યાન રૂપાલી અને ઈકબાલને એક દીકરો પણ થયો હતો. દીકરાનો જન્મ થઈ ગયો ત્યારબાદ પણ પરિવારમાં સતત ઝઘડા થતા હતા. જેનાથી રૂપાલી ખૂબ જ કંટાળી ગઈ હતી. તેથી તે નિરાશ થઈને અલગ રહેવાનું શરૂ કરે છે. રૂપાલી અને ઈકબાલ ફોન પર વાતચીત કરતા હતા. ત્યારે બંને વચ્ચે ઇસ્લામ ધર્મ અપનાવાને લઈને ઝઘડો થતો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 26 સપ્ટેમ્બર ના રોજ મોહમ્મદ ઈકબાલ શેખે પોતાની પત્ની રૂપાલી ને મળવા માટે બોલાવી હતી. ત્યારે રૂપાલીએ ઇકબાલને છૂટાછેડા આપવાનું કહ્યું હતું. આ બાબત પર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા મોહમ્મદ ઈકબાલ શેખે રૂપાલીને નજીકની શેરીમાં ખેંચીને લઈ ગયો અને ત્યાં ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો. ત્યારબાદ આરોપી ઈકબાલ તાત્કાલિક ઘટના સ્થળેથી ભાગી ગયો.
આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ઈકબાલની શોધખોળ શરૂ કરી દીધી હતી. શોધખોળ દરમિયાન ઘટનાના થોડાક સમય બાદ પોલીસે આરોપી ઈકબાલની ધરપકડ કરી લીધી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment