દેશમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ચોરીની ઘટના કોઈ મકાન કે બિલ્ડિંગમાં નહીં પરંતુ ભગવાન મહાદેવના મંદિરમાં થઈ છે. મળતી માહિતી અનુસાર રતલામ જિલ્લાના તાલ ખાતેના પ્રાચીને શિવ મંદિરમાંથી ચોરોએ ચાંદીની જલધારા અને નાગની મૂર્તિની ચોરી કરી હતી.
આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરોએ લગભગ મંદિરમાંથી 7 કિલો જેટલું ચાંદી ચોરીયું છે. એટલે કે ચોરે આશરે 3.50 લાખ રૂપિયાના ચાંદીની ચોરી કરી હતી. ઘટનાના 6 દિવસ બાદ ચોરીના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, મંદિરમાં ધુસેલા ચોરો ચાંદીનું જલધારી ઉખાડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ચોરોએ મોઢા ઉપર માસ્ક પહેર્યા હતા. જેના કારણે તેમની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને હિંદુત્વવાદી સંગઠનો એ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યા છે. જેના કારણે આ બદમાશ ચોરોની ઓળખ થઈ શકે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
ભગવાન મહાદેવના મંદિરમાંથી થઈ ચોરી : ચોરોએ 7 કિલો ચાંદીની ચોરી કરી – જુઓ ચોરીનો લાઇવ વિડિયો pic.twitter.com/cvu5fcjLTh
— GUJJU ROCKZ (@gujju_rockz) September 25, 2022
મળતી માહિતી અનુસાર આ ઘટના 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી. મંદિરની અંદર ઘૂસેલા ચોર સૌપ્રથમ મંદિરની દાનપેટી તોડે છે, ત્યાર પછી મંદિરના મુખ્ય દરવાજાનું કાળું પડે છે અને ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ભગવાન મહાદેવના ગળામાં વીંટળાયેલો ચાંદીના સાપ ની ચોરી કરે છે અને ચાંદીના જલધારીની ચોરી કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment