સેકડો ગરીબોને ઘર બનાવી દેનાર ખજૂર ભાઈનું આલિશાન ઘર જોઈને આંખો પહોળી થઈ જશે, સ્વર્ગ કરતા પણ વધારે સુંદર છે ખજૂર ભાઈનું…

Published on: 4:33 pm, Sun, 25 September 22

મિત્રો તમે ખજૂર ભાઈને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈને ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખવામાં આવે છે. ખજૂર ભાઈ હાલમાં તો દિવસ રાત જોયા વગર ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. ખજૂર ભાઈ ઘણા ગરીબ લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. આટલા જ માટે ખજૂર ભાઈ ના વખાણ કરીએ તેટલા ઓછા છે. ગરીબ લોકો માટે તો ખજૂર ભાઈ એક દેવદૂત છે.

ખજૂર ભાઈ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પોતાની આવકનો 75% હિસ્સો ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે વાપરે છે. અત્યાર સુધીમાં ખજૂર ભાઈ કેટલાય ગરીબ લોકોના જીવન સુધાર્યા હશે. તો આજે આપણે ખજૂર ભાઈના આલિશાન ઘર અને તેમની લાઈફ સ્ટાઈલ વિશે જાણવાના છીએ.

ખજૂર ભાઈનું નામ નીતિન જાની છે. ખજૂર ભાઈ પોતાના કોમેડી વિડિયો તેમના ભાઈ તરુણ જાની સાથે બનાવે છે. લોકોને ખજૂર ભાઈના કોમેડી વિડિયો ખૂબ જ પસંદ આવે છે. ખજૂર ભાઈના સેવાપીય કાર્યોમાં તેમના ભાઈ તરુણભાઈ પણ તેમને ખૂબ જ સહકાર આપે છે. નીતિનભાઈ જાની અને તરુણભાઈ જાનીને આપણે “જીગલી અને ખજૂર”ના નામે પણ ઓળખતા હશે.

હજારો લોકોની મદદ કરનાર એવા ખજૂર ભાઈ એક લક્ઝુરીયસ લાઈફ જીવે છે. ખજૂર ભાઈને પોતાના પૈસાનો જરાક પણ ઘમંડ નથી. તેઓ હંમેશા ગરીબ અને સામાન્ય લોકોની મદદ કરે છે. છેલ્લા બે વર્ષથી ખજૂરભાઈએ હજારો ગરીબ લોકોની મદદ કરીએ છીએ. ખજૂર ભાઈના ઘરની વાત કરીએ તો તેઓ એક ખૂબ જ આલીશાન ઘરમાં રહે છે. ખજૂર ભાઈના ચાહકોની ફરમાઈશ હતી કે તેઓ પોતાનો ઘર ઉપર એક વિડીયો બનાવે.

ત્યારે ખજૂર ભાઈ એક વિડીયો બનાવીને પોતાનું આલીશાન ધર બતાવ્યું હતું. ખજૂર ભાઈ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેઓ બારડોલીમાં રહે છે. વીડિયોમાં ખજૂરભાઈ પોતાનું આલિશાન ધર પોતાના ચાહકોને બતાવે છે. ખજૂરભાઈએ વીડિયોમાં એમ પણ જણાવ્યું હતું કે તેમને આ ઘર ત્રણ ત્રણ વખત રીનોવેટ કરાવ્યું છે.

ખજૂર ભાઈના ઘર પાસે એક પીપળો પણ છે. આ પીપળો બે માળ જેટલો ઊંચો છે. જ્યારે ખજૂર ભાઈ આ ઘર ખરીદ્યો ત્યારે તે પીપળો ખૂબ જ નાનો હતો. પરંતુ હવે આ પીપળો ખૂબ જ મોટો થઈ ગયો છે. ખજૂર ભાઈ જણાવ્યું કે જ્યારે તેમના ઘરનું કામ ચાલતું હતું. ત્યારે મજૂરો પીપળો કાપી રહ્યા હતા પરંતુ તેમના પપ્પાએ પીપળો કાપવા દીધો ન હતો.

ખજૂરભાઈએ કીધું કે, પીપળો ક્યારેય કપાઈ નહીં. કારણકે પીપળામાં પિતૃઓનો વાસ રહેલો હોય છે. ખજૂરભાઈનું ઘર એક ખૂબ જ કુદરતી જગ્યાએ વસેલું છે. તેમની ઘરની પાછળ ખુલ્લા ખેતરો અને હરિયાળી જોઈ શકાય છે. ખજૂર ભાઈનું ઘર ખુબ જ સુંદર અને આલીશાન છે.ખજૂર ભાઈએ પોતાના ઘરનો વિડીયો ઘણા સમય પહેલા બનાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સેકડો ગરીબોને ઘર બનાવી દેનાર ખજૂર ભાઈનું આલિશાન ઘર જોઈને આંખો પહોળી થઈ જશે, સ્વર્ગ કરતા પણ વધારે સુંદર છે ખજૂર ભાઈનું…"

Leave a comment

Your email address will not be published.


*