આપણી સમક્ષ ઘણીવાર પ્રાણીઓના એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સામે આવતા હોય છે કે જેમાં ઘણા એવા રમૂજી હોય છે. તો ઘણા આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે ત્યારે મોટેભાગે તો વાંદરાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા નજરે પડે છે, ત્યારે આજે આપણે વાત કરીશું દીપડો જેનું હાલ એક સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયેલો નજરે પડ્યો છે.
તો આપણે સૌ જાણીએ છીએ કે દીપડો એક ખૂબ જ ચાલક પ્રાણી હોય છે તે ક્યારે અને ક્યાંથી આપણે ઉપર હુમલો કરી દે તેની કલ્પના પણ ના કરી શકે. હાલ તો દીપડાને લઈને વાયરલ થયેલો વિડિયો પહેલીવાર જ જોયો હશે ત્યારે વીડિયોમાં જોઈ શકો છો તો બે દીપડાઓ જમીન ઉપર નહીં પરંતુ નાળિયેરીના ઝાડ ઉપર ઝઘડતા જોવા મળ્યા.
આ વિડીયો ક્લિપ ભારતીય વનસેવા ના અધિકારી 18 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. જેમાં કેપ્શન માં લખ્યું છે કે જો તમે વિચારી રહ્યા હો કે દીપડો નાળિયેરીના ઝાડ પર કેમ ચડ્યો તો આ વિડીયો જરૂર જુઓ. ખરેખર આ વીડિયોને જોવા જેવો છે જેમાં દીપડો નારિયેળીના ઝાડ પરથી સાવધાનીથી નીચે ઉતરી રહ્યો છે.
હજી તો થોડું અંતર કાપે ત્યાં જ તે અટકી જાય છે. એવામાં જ અચાનક બીજો દીપડો તેના પર ઘસી આવે છે. તેથી એ બીજા દીકરા થી બચવા માટે તે પાછો ઝાડ પર ચડી ગયો અને બંને ઝાડ પર જ લડતા નજરે પડ્યા આ વિડીયો ક્યાંનો અને ક્યારનો શૂટ કરવામાં આવ્યો છે.
તેની કોઈ હજુ સ્પષ્ટ જાણ થઈ નથી પરંતુ આ વીડિયો જોનારા યુઝર્સ હોય કોમેન્ટ કરી છે અને ઘણા એવા પ્રતિભાવો આપતા આ વીડિયોને શેર પણ કર્યો છે. આ વિડીયો વિશે વાત કરું તો વિડીયો 1.17 મિનિટનો છે અને બે દીપડો એવા લડતા નજરે પડ્યા કે રૂંવાડા ઉભા કરી દે અત્યાર સુધી આ વીડિયોને લાખો વ્યુઝ અને લગભગ હજારો લાઈક પણ મળી શકે છે.
If you wondered why the leopard climbed a coconut tree, see till the end🥺 pic.twitter.com/ArEe8XR5o6
— Susanta Nanda IFS (@susantananda3) September 18, 2022
તો ઘણા એવા યુઝર્સ હોય દાવો કર્યો છે કે આ વિડીયો મહારાષ્ટ્રના નાસિકનો છે અને ઘણા એવા યુઝર્સ હોય રમુજી સ્વરમાં લખ્યું કે દરેક વ્યક્તિ પોતાની પત્નીથી ડરે છે. આવા આવા પ્રતિભાવો આપતા આ વીડિયોને ઘણા લોકો દ્વારા શેર પણ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment