આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, કામની રાજનીતિથી પ્રભાવિત થઈને ચૂનીભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી બાયડ તાલુકામાં પંચાયતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે. ચૂનીભાઈ કોંગ્રેસમાંથી 2017 થી 2022 માં પણ બહુચરાજીના પ્રભારી રહી ચૂક્યા છે. 2012માં અપક્ષના વિધાનસભા બાયડમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમને આ ચૂંટણીની અંદર 30,000 થી પણ વધુ મત મેળવ્યા હતા. વધુમાં ઈશુદાન ગઢવી ચૂનીભાઈ પટેલ વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ સહકારી સેવા મંડળીના ચેરમેન પર રહી ચૂક્યા છે તથા સાથે સાથે APMC બાયડના સભ્ય પણ રહ્યા છે.
.વધુમાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે, પંચમહાલ ક્ષેત્રની શહેરા વિધાનસભાના તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેઓ વર્ષોથી રાજનીતિ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેમણે ખૂબ જ સમાજ સેવાના કાર્યો પણ કર્યા છે. તેઓ 1982 થી કોંગ્રેસમાં જોડાયા હતા. 2007 અને 2012 માં તેઓ શહેરા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 2007 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની 45602 મત અને 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને 47743 મત મેળવ્યા હતા.
વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, ભાજપના સદસ્ય નગરપાલિકા સાણંદના સવિતાબેન વાણીયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેઓ હાલમાં ભાજપના સાણંદ મહાનગરપાલિકાના હાલના કાર્યરત કોર્પોરેટર છે. તેઓ અરવિંદ કેજરીવાલના કામથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના ગુજરાતના પ્રદેશના સહ કન્વીનર જગદીશભાઈ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઈશુદાન ગઢવીએ જગદીશભાઈ વિશે વાત કરતા જણાવ્યું કે, જગદીશભાઈ વર્ષ 2017 થી સંગઠનોમાં મહત્વનો ભાગ ભજવે છે. જગદીશભાઈ અમદાવાદ એરપોર્ટ પર ઓફિસરની નોકરીમાંથી રાજીનામું આપીને, સતત આંદોલન કર્યા. જગદીશભાઈ યુવાનો માટે લડ્યા છે, બેરોજગારો માટે લડ્યા છે, ખેડૂતો માટે લડ્યા છે. તેઓ અત્યાર સુધી પોલિટિક્સમાં જોડાયા ન હતા. પરંતુ આજે આમ આદમી પાર્ટીના કામ જોઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત સાણંદ શહેરના પૂર્વ NSUI પ્રમુખ વૃશાંક પણ અરવિંદ કેજરીવાલજીના ગામ જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment