મિત્રો સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સુરતમાં સતત ક્રાઇમ રેટ વધતા હવે એવું લાગી રહ્યું છે કે હવે સુરતના લુખ્ખા તત્વો અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે સુરતના ઉના વિસ્તારમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. સાત તારીખના રોજ ઉના વિસ્તારમાં બે યુવકોએ સિગરેટના આપવાની બાબતે એક યુવક સાથે ઝઘડો કરીને તેના પર જીવલેણ પ્રહાર કર્યા હતા.
આ ઘટના બન્યા બાદ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ યુવકનું મૃત્યુ છે. સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉના પાટીયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતો યુવાન ચંદ્રભાન કોરી પર સાત સપ્ટેમ્બર ના રોજ જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. લગભગ 7 સપ્ટેમ્બર ના રોજ 11 વાગ્યાની આસપાસ દરરોજની જેમ ચંદ્રભાન પોતાની લારી બંધ કરીને ઘર તરફ પગપાળા જઈ રહ્યો હતો.
ત્યારે ભેસ્તાન પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે યુવકો બાઈક પર આવે છે અને ચંદ્રભાનની લારી રોકે છે. અને બંને તેની પાસે સિગરેટની માંગણી કરે છે. સિગરેટ ના હોવાના કારણે ચંદ્રભાન બંનેને સિગરેટ નથી તેમ કહે છે. આ દરમિયાન બંને અજાણ્યા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને બાઈક પરથી નીચે ઉતરીને ચંદ્રભાન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
ત્યારબાદ બંને યુવકોએ ધારદાર વસ્તુ વડે ચંદ્રભાન પર જીવ લઈને પ્રહાર કર્યા હતા. ત્યારબાદ બંને આરોપી યુવકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા ઇજાગ્રસ્ત થયેલા ચંદ્રભાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ ચંદ્રભાનનું મૃત્યુ નીપજ્યું છે. તેનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા સક્ષો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment