મિત્રો દરરોજ ઘણા એવા અવારનવાર બનાવ બનતા હોય છે. જે સાંભળીને આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ. ક્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારમાં એક જ દિવસે બે લોકોની અર્થી ઉઠી છે. એક સાથે બે અર્થી ઉઠતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર કોટા થી દાદાના અંતિમ સંસ્કાર માટે આવેલા પૌત્રનું નદીમાં ડૂબવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. એક જ દિવસમાં એક શિક્ષકે પોતાના પિતા અને દીકરો ગુમાવ્યો છે. જેના કારણે શિક્ષકની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેથી તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, શનિવારના રોજ સાંજે બીમારીના કારણે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ રોજ વ્યક્તિનો પૌત્ર પ્રીતવ્રતસિંહ કોટામાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. તે રવિવારના રોજ સવારે દાદાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઘરે પહોંચ્યો હતો. અંતિમ સંસ્કાર કરીને બધા ઘરે પાછા ફરી રહ્યા હતા.
ત્યારે ગાડી લઈને સિંધુ નદી પર પહોંચી ગયો હતો. ત્યાં તે નદીમાં નાહવા માટે ઉતર્યો હતો. મળતી માહિતી અનુસાર નદીમાં ઘૂંટણ સુધી પાણી જતું હતું. પરંતુ અહીં રેતી માફિયા હોય એ નદીમાંથી રેતી કાઢવા માટે મન ફાવે ત્યાં નદીમાં ઊંડા ઊંડા ખાડા ગાળ્યા હતા. આ દરમિયાન અચાનક જ પ્રીતવ્રતસિંહ નહાતી વખતે ઊંડા ખાડામાં ચાલ્યો ગયો હતો.
જેના કારણે પાણીમાં ડૂબવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. 24 કલાકમાં એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment