મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈએ છે. જેમાં ઘણા લોકોનો આબાદ બચાવો થતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને થોડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. આ ઘટના અલીગઢ જંકશન પર બની હતી.
અહીં એક પેન્ડલ રીક્ષા ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી. આ ઘટનામાં પેન્ડલ રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં પેન્ડલ રીક્ષા ચાલક યોગ્ય સમયે ટ્રેન થી દૂર કૂદીને પોતાનો જીવ બચાવી લે છે.
જ્યારે તેની પેન્ડલ રીક્ષા ટ્રેનની ઝપેટમાં આવી ગઈ હતી.મળતી માહિતી અનુસાર ટ્રેન આવતી હોવાના કારણે રેલવે ફાટક બંધ હતા. આ દરમિયાન પેન્ડલ રીક્ષા ચાલક ફાટકની નીચેથી પસાર થાય છે. તે જેવો ટ્રેનના પાટા પાસે પહોંચે છે તેવી જ રીતે ટ્રેન આવી જાય છે.
આ દરમિયાન તે યોગ્ય સમયે પોતાની પેન્ડલ રીક્ષા મૂકીને ટ્રેનથી દૂર જંપ લગાવી દે છે. તેના કારણે પેન્ડલ રીક્ષા ચાલકનો બચાવ થાય છે. આ ઘટનામાં પેન્ડલ રીક્ષા ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી. આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ આરપીએફ એ રીક્ષા ચાલકની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની પેન્ડલ રીક્ષા પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રામ રાખે તેને કોણ ચાખે..! ટ્રેનની અડફેટેમાં આવી ગઈ પેંડલ રીક્ષા, ત્યારબાદ બન્યું એવું કે…વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે… pic.twitter.com/RlWDTRDaDp
— GUJJU ROCKZ (@gujju_rockz) September 11, 2022
હાલમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો કોઈ પણ દિવસ આ રીતની ઉતાવળ ન કરવી જોઈએ. કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment