મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો જોઈને તમે તો ઘડીક વખત ચોકી જશો. કારણકે આ વીડિયોમાં પાંચ જેટલા પોલીસ કર્મીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓને લોકઅપમાં બંધ કરનાર બીજું કોઈ નહીં પરંતુ અન્ય પોલીસ કર્મી જ છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના બિહારમાં બની છે. બિહારના નવાડામાં SP નગર પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કેસ ડાયરી અપડેટ ન કરવાના બદલ માં તેમણે પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને લોકઅપમાં બંધ કરી દીધા હતા.
જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. પાંચેય પોલીસ કર્મીઓને લગભગ 40 મિનિટ સુધી લોકઅપમાં બંધ રાખ્યા હતા. આ ઘટના સામે આવતા જ પોલીસ એસોસિએશન સરકાર પાસે SP ગૌરવ માંગલ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.
એસ.પી ગૌરવ માંગલ પર આરોપ છે કે, 8 સપ્ટેમ્બર ના રોજ રાત્રે તેમણે નગર પોલીસ સ્ટેશનમાં ASI શત્રુઘ્ન પાસવાન, ASI સંતોષ પાસવાન, SI રામરેખા સિંહ, ASI રામેશ્વર ઉરાંવ સહિત પાંચ અધિકારીઓને લોકઅપમાં બંધ કરી દીધા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વિજયકુમાર સિંહ પણ આવી કોઈ ઘટના થઈ હોવાનો ઇનકાર કર્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ SP નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને ત્યાં કેટલાક પોલીસ અધિકારીઓની બેદરકારીઓ પકડી હતી. ત્યારબાદ SPએ પોલીસ સ્ટેશનના પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને લોકઅપમાં બંધ કરી દીધા હતા.
પોલીસે જ પોલીસ કર્મચારીઓને જેલમાં પૂરી દીધા..! એવું તો શું થયું હશે કે પોલીસ કર્મચારીઓને જેલમાં પૂરવા પડ્યા, 40 મિનિટ સુધી…જુઓ વિડિયો pic.twitter.com/pMYF3C02Q2
— GUJJU ROCKZ (@gujju_rockz) September 11, 2022
બિહાર પોલીસ એસોસિયેશનના પ્રમુખ મૃત્યુંજય કુમાર સિંહ સુધી આ ઘટના પહોંચતા જ મામલો ભારે ઉગ્ર બની ગયો હતો. આ ઘટના બન્યા બાદ તેમને એસપી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એસપીએ ફોન ઉપાડ્યો ન હતો. સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment