મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકો માસુમ લોકોનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના વડોદરાથી સામે આવી રહી છે.
વડોદરામાં શનિવારના રોજ વડસર બ્રિજ નજીક સ્કૂલની પાછળ આવેલા જય અંબે પ્લેટમાં રહેતી મહિલાના એક તરફી પ્રેમમાં મહિલાનો જીવ લેવાના ઇરાદે ઘરમાં ઘૂસેલા યુવકે મહિલાની સાસુનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાના દોઢ કલાક બાદ પોલીસે આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મહિલાનો જીવ લેવા માટે ગયો હતો પરંતુ તેના સાસુ વચ્ચે આવતા, આરોપીએ મહિલાના સાસુનો જીવ લઈ લીધો હતો. વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક આવેલી સ્કૂલની પાછળના વિસ્તારમાં જય અંબે ફ્લેટમાં 401 નંબરમાં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન સાથે રહેતા હતા.
ઠાકોર ભાઈના પુત્ર અશ્વિનના બે મહિના પહેલા ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. અશ્વિન અને ભાવનાના આ બીજા લગ્ન છે. શનિવારના રોજ બપોરના સમયે ભાવના અને તેના સાસુ દક્ષાબેન ઘરે હતા. ત્યારે બપોરે ઘરમાં એક યુવક અચાનક ઘુસી આવે છે. આ યુવકનું નામ શાહરુખ ખાન હતું તે ભાવનાને એક તરફી પ્રેમ કરતો હતો. ભાવનાના લગ્ન થઈ ગયા તેથી તે ભાવનાનો જીવ લેવા માટે તેના ઘરે પહોંચ્યો હતો.
જ્યારે ભાવનાના સાસુ દક્ષાબેન દરવાજો ખોલે છે ત્યારે આરોપી યુવક ધારદાર વસ્તુ વડે તેમના ઉપર પ્રહાર કરે છે. જેના કારણે દક્ષાબેન નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આરોપી સાથે તેનો મિત્ર પણ હતો. દક્ષાબેન નો જીવ લીધા બાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના દોઢ કલાક બાદ આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપી યુવકે જણાવ્યું કે, ભાવના સાથે અગાઉ તે પ્રેમ સંબંધમાં રહેતો હતો તેના પ્રેમ સંબંધનું પૂર્ણવિરામ આવતા તેને ભાવનાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment